Gujarat Monsoon: ગુજરાતમાં અત્યાર સુધીમાં 91 તાલુકામાં મેઘ મહેર, વાપીમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો
ગુજરાતમાં હવે મેઘરાજાની પઘરામણી થઇ ગઇ છે. હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ યથાવત છે. ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના જળાશયોમાં નવા નીરની આવક થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 91 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં અત્યાર સુધીમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના વાપીમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. વાપીમાં સાડા 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. પારડી અને ધરમપુરમાં 4 ઈંચથી વધુ વરસાદ, કપરાડા, ખેરગામમાં સાડા 3 ઈંચથી વધુ વરસાદ, હાંસોટ, ઓલપાડમાં સાડા 3 ઈંચથી વધુ વરસાદ, વઘઈ, ઉમરગાવમાં 3 ઈંચથી વધુ વરસાદ, વાલિયા, ઉમરપાડા, માંગરોળ(સુરત)માં અઢી ઈંચથી વધુ વરસાદ, અન્ય 4 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ, અન્ય 4 તાલુકાઓમાં દોઢ ઈંચથી વધુ વરસાદ, અન્ય 8 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ, અન્ય 62 તાલુકાઓમાં 1 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં હવે જાણે મેઘરાજાએ પઘરામણી કરી હોય તેમ સૌરાષ્ટ્ર સહિત ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમરોળી રહ્યો છે. ત્યારે 19 થી 25 જૂન સુધી સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં 30 થી 40 કિમી પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દાહોદ, મહીસાગર, ભરૂચ, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, બોટાદઅમરેલી, ભાવનગર, ગીર સોમનાથ દીવ સહિતના શહેરોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતના દરિયા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB