ગુજરાત પોલીસના મેન્ટર પ્રોજેક્ટના પરિણામે મિલ્કત સંબંધિત ગુનાઓમાં થયો 22 ટકાનો ઘટાડો

વર્ષ 2023ની સરખામણીમાં ચાલુ વર્ષે મિલકત વિરૂધ્ધના ગુનાઓમાં રાજ્યમાં અંદાજે ૨૨ ટકાનો ઘટાડો થયો છે. સમગ્ર રાજ્યમાં આ પ્રોજેક્ટનો વ્યાપ વધારીને હવે ‘એક આરોપી સામે એક પોલીસ મેન્ટર’ એમ 6500 રીઢા આરોપીઓનું ડેઇલી સર્વેલન્સ રાજ્યના પોલીસવડા વિકાસ સહાયએ સુચના આપી છે.

image
X
ભાવેશસિંહ રાજપૂત, અમદાવાદ/ સામાન્ય રીતે વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ જેવા મિલકત વિરૂદ્ધના ગુન્હાઓમાં પકડાયેલા આરોપીઓ વારંવાર એક જ મોડસ ઓપરેન્ડીથી ગુન્હાઓ આચરતા હોય છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સમગ્ર ગુજરાતમાં વાહન ચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ જેવા મિલકત વિરૂદ્ધના ગુનાઓ તથા નાર્કોટિક્સ NDPS એક્ટના ગુન્હાઓમાં પકડાયેલા આરોપીઓ ઉપર સર્વેલન્સ રાખવા માટે ‘મેન્ટર પ્રોજેક્ટ’ શરૂ કરવામાં આવ્યો હતો. જેને પરિણામે વર્ષ 2023ની સરખામણીમાં ચાલુ વર્ષે મિલકત વિરૂધ્ધના ગુનાઓમાં રાજ્યમાં અંદાજે ૨૨ ટકાનો ઘટાડો થયો છે. સમગ્ર રાજ્યમાં આ પ્રોજેક્ટનો વ્યાપ વધારીને હવે ‘એક આરોપી સામે એક પોલીસ મેન્ટર’ એમ 6500 રીઢા આરોપીઓનું ડેઇલી સર્વેલન્સ રાજ્યના પોલીસવડા વિકાસ સહાયએ સુચના આપી છે. 

મિલકત વિરૂધ્ધ તેમજ નાર્કોટીકસના આરોપીઓની માનસિકતા હોય છે કે, ફરીથી એજ પ્રકારનો ગુનો કરવો અને આવી ગુનાહિત પ્રવૃત્તિ સતત ચાલુ રાખવી. આવા મિલકત વિરૂધ્ધ અને નાર્કોટીકસના ગુનામાં પકડાયેલા આરોપીઓની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ ન રહે તે માટે ગુજરાત પોલીસ દ્રારા મેન્ટર પ્રોજેક્ટ અમલી  બનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં બે અથવા બેથી વધુ મિલકત વિરૂધ્ધના ગુનામાં પકડાયેલા આરોપીઓ અને એક અથવા એકથી વધુ નાર્કોટીકસ (એન.ડી.પી.એસ)ના ગુનામાં પકડાયેલા આરોપીઓનો આ પ્રોજેકટમાં સમાવેશ કરી આવા રીઢા આરોપીઓને લીસ્ટ આઉટ કરવામાં આવ્યા છે.

રાજ્યના પોલીસ વડા દ્વારા આ પ્રોજેક્ટ હેઠળ લીસ્ટેડ આરોપીઓ જે વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશનને આ મેન્ટર પ્રોજેકટના અમલીકરણ માટે જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં એક આરોપી ઉપર સ્થાનિક પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીને મેન્ટર તરીકે નિમણૂક આપવામાં આવી છે. મેન્ટર તરીકે નિમણૂક પામેલા પોલીસ કર્મચારીની ત્રણ મુખ્ય જવાબદારી છે. (1) મેન્ટરને સોંપવામાં આવેલો આરોપી ફરીથી કોઇ ગુનો ન કરે તે માટે જરૂરી સર્વેલન્સ રાખવું અને દિવસમાં ઓછામાં ઓછું ત્રણ વખત ટેકનોલોજીના ઉપયોગથી એમનું લોકેશન કયાં છે તે જાણી લેવું. (2) આરોપીઓનું સંપૂર્ણ ડોઝીયર તૈયાર કરવું. (3) આ આરોપીઓ ગુનાનો રસ્તો છોડી સકારાત્મક પ્રવૃત્તિમાં જોડાય તે બાબતે પ્રયત્નો કરવા.