લોડ થઈ રહ્યું છે...

Gujarat Rain: સૌરાષ્ટ્ર સહિત ઉત્તર-મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ, જાણો તમારા શહેરની સ્થિતિ?

image
X
ગુજરાત માટે આગાહી  હજુ ગુજરાતમાં 2 દિવસ માવઠાની હવામાનની આગાહી છે. એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રીય થતાં વરસાદની આગાહી છે. મધ્ય પ્રદેશ તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની આગાહી છે. અમદાવાદ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ છે. આણંદ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે. અન્ય જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ છે.   

દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં કમોસમી વરસાદ
દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સતત ત્રીજા દિવસે પણ સવારથી જ અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભાણવડમાં બપોર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો. ભરઉનાળામાં વાતાવરણ બદલાતા અને કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. આકાશમાં કાળા ડીબાંગ વાદળો સાથે ભર બપોરે વરસાદે ભારે જમાવટ બોલાવી છે. કમોસમી વરસાદને લઇ કેરી સહિતના પાકોને ભારે નુકસાનની ખેડૂતોને ભીતિ સેવાઇ રહી છે. 

પોરબંદર કુતિયાણામાં કમોસમી વરસાદ
પોરબંદર જિલ્લા સહિત તાલુકાના ગ્રામ્ય પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે. કુતિયાણામાં ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

જુનાગઢ શહેરમા ધીમીધારે વરસાદ 
હવામાન વિભાગની આગાહી મુજબ, જુનાગઢ શહેરમા ધીમીધારે વરસાદ શરૂ થયો છે. સવારથી આસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

અમરેલીમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ
ગુજરાતમાં છેલ્લાં ચાર દિવસથી કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. અમરેલીમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. અમરેલીના ઘારીના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. 

ગીર સોમનાથના ગ્રામ્ય પંથકમાં વરસાદ
ગીર સોમનાથના તાલાલા અને વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. તાલાલા, વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ થયો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોનો ઉનાળો પાક બાજરી, અડદ, મગ,તલ, સહિતના પાકને ભારે  નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

બોટાદ શહેરમાં સતત ચોથા દિવસે વરસાદ
બોટાદ શહેરમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ  શહેરમાં વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ ખાબક્યો હતો.  શહેરનાં હવેલી ચોક, જ્યોતિગ્રામ સર્કલ, પાળીયાદ રોડ, ગઢડા રોડ, ભાવનગર રોડ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. બોટાદ શહેર સહિત જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી.

બનાસકાંઠા સહિત અંબાજી પંથકમાં ફરી વરસાદી માહોલ
બનાસકાંઠા અંબાજી પંથકમાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો છે. દિવસભરની ઉકળાટ બાદ બપોરના ધીમે ધારે વરસાદ ફરી શરૂ થયો છે. મોડી રાત્રે અંબાજી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.  અંબાજીમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. વૈશાખ માસમાં ધમધોકતા તાપના બદલે અષાઢી મહિના જેવો વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર દાતા તાલુકામાં સતત વરસાદી માહોલને લઈ ઉનાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફેરવાયું છે.

શામળાજીના આસપાસના વિસ્તારોમાં વરસાદ
શામળાજી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.  સતત ત્રીજા દિવસ વરસાદ થતાં ખેતીવાડીને નુકસાન થયાની ખેડૂતોમાં ભીતિં સેવાય રહી છે. મકાઈ બાજરી અને ઘાસચારાના પાકમાં નુકસાન થયાની ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આજનું વાતાવરણ જોતા જ વધુ વરસાદ થવાની સંભાવના લાગી રહી છે.

હવામાન વિભાગની આગાહી
રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું કે આગામી ચાર દિવસમાં રાજ્યના હવામાનમાં પલટો આવશે. સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે કમોસમી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 52થી 60 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. હવામાન વિભાગની માહિતી પ્રમાણે આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

Recent Posts

વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18મો મૃતદેહ મળ્યો, હજી લાપતા 2 વ્યક્તિની શોધખોળ ચાલુ

ગુજરાતમાં હવે મેઘમંડાણ! અત્યાર સુધીમાં 70 તાલુકામાં મેઘ મહેર, ક્યા શહેરમાં કેટલો વરસાદ ખાબક્યો?

તંત્રની લાપરવાહીનો ભોગ બનનાર નિર્દોષ જનતાના મોતના આંકડા વધે ત્યારે સરકાર મૌન કેમ હોય છે?

Ambaji: સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી તારીખ 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે

દિલ્હીમાં કોંગ્રેસના સિનિયર નેતાઓની બેઠક પૂર્ણ, ટૂંક સમયમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખની થઇ શકે છે જાહેરાત

TOP NEWS | કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કોણ ? |tv13gujarati

ટેસ્લા આ તારીખે કરશે ભારતમાં પ્રવેશ, એલોન મસ્ક સાથે PM મોદી પણ રહી શકે છે હાજર -સૂત્ર

ગુરુગ્રામમાં મહિલા ટેનિસ ખેલાડીની હત્યા, પિતાએ જ મારી દીધી ગોળી

નાસામાં હંગામો! ટ્રમ્પે એવો નિર્ણય લીધો કે એક જ વારમાં હજારો લોકોની નોકરીઓ જશે?

કપિલ શર્માના કાફેમાં ગોળીબાર, થોડા દિવસ પહેલા જ કર્યું હતું ઓપનિંગ