Gujarat Weather: સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી 2 દિવસ મેઘમંડાણ, વાંચો હવામાન વિભાગની આગાહી
કમોસમી વરસાદની આગાહીની પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની શકયાતા છે. ગુજરાતના દરિયામાં કરંટ હોવાથી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. માછીમારોને દરિયામાંથી પરત બોલાવામાં આવી રહ્યાં છે. સ્થાનિક તંત્ર દરિયા કિનારે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે.રાજ્યમાં આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 2 દિવસ છુટા છવાયા હળવાથી મધ્યમ વરસાદ રહશે, જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત અનેક શહેરોમાં હળવા વરસાદ રહેશે. આજે અમરેલી , ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. પશ્ચિમ રાજસ્થાન અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના પરિણામે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ગુજરાતમાં 30મેથી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠે પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકે ફુકાશે. તો બીજીતરફ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાશે. આ વર્ષ ગુજરાતમાં ચોમાસું સારું રહેશે. દેશમાં 106% વરસાદ રહેવાની શક્યતા વર્તાઇ રહી છે. ગુજરાતમાં 114% વરસાદની આગાહી છે. સિઝનમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં 119 ટકા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB