ગુજરાતી લોકસાહિત્યકાર અને પદ્મશ્રી ભીખુદાન ગઢવી હવેથી લોકડાયરા નહીં કરે.....!, જાણો કેમ

લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરી છે.. તેમણે જાહેર કર્યુ છે કે હવે તેઓ લોકડાયરા નહીં.

image
X
ત્યારે મળતી માહીતી મુજબ લોકસાહિત્યકાર અને પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ પોતાની નિવૃત્તિની જાહેરાત કરી છે, તેમણે કહ્યું કે હવે તેઓ લોકડાયરા નહીં કરે હવે તેમની ઉંમર થઇ ચૂકી છે, અને સ્વાસ્થ્ય સારૂ રહેતું નથી, એટલે બાકીના જીવનમાં ભગવાનના ભજન કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આ સમાચાર વાયુ વેગે પ્રસરતા ચાહકોમાં નારાજગી જોવા મળી રહી છે. 

ત્યારે લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવીએ જણાવ્યું કે હવે તેમની ઉંમર થઇ ચૂકી છે, અને સ્વાસ્થ્ય સારૂ રહેતું નથી. તેમણે કહ્યું કે લોકોનો જે પ્રેમ મળ્યો છે તે ક્યારેય ભૂલાશે નહીં. હવે ઉંમરને કારણે નિવૃત્તિ લઈ રહ્યાં છે.

ભીખુદાન ગઢવીએ ગુજરાતના લોકસાહિત્ય અને ડાયરામાં ખુબ મોટું યોગદાન આપ્યું છે. તેમના યોગદાનને જોતા કેન્દ્ર સરકારે તેમનું પદ્મશ્રીથી સન્માન કર્યું હતું. લોક ગાયક ભીખુદાન ગઢવીએ જણાવ્યું કે પીઠડ માતાના સાનિધ્યમાં કાર્યક્રમ સંપન્ન થયા બાદ જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારે કોઈ પ્રોગ્રામ કરવા નથી. હવે અહીં માતાજીના દર્શન કરવા માટે આવીશું, પીઠડ માતાના દર્શન કરીશ. પરંતુ અહીં કે બીજે ક્યાંય હવે કાર્યક્રમ કરવા નથી.

તમને જણાવી દઈ એ કે લોકસાહિત્યકાર અને પદ્મશ્રી ભીખુદાન ગઢવીનો જન્મ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખીજદળ ગામે 19 સપ્ટેમ્બર 1948મા થયો હતો. વર્તમાનમાં તેઓ જૂનાગઢ ખાતે રહે છે. લોકસાહિત્યકાર તરીકે તેમની સરફ આશરે ચાર દાયકાની રહી છે. આ દરમ્યાન તેઓએ લોકોને અવિસ્મરણીય યાદો આપી છે. 

Recent Posts

બોલીવુડ ફેમસ મ્યુઝિક ડાયરેક્ટર પ્રીતમની ઓફિસમાં થઇ ચોરી, 40 લાખ લઇ ચોર ફરાર

જંબુસરમાં ભણાવવા બાબતે પ્રિન્સિપાલે શિક્ષકને માર માર્યો, CCTV થયા વાયરલ

મહાકુંભ : 14 થી 17 ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભમાં ચાર વિશ્વ રેકોર્ડ બનશે

દક્ષિણ આફ્રિકામાં ભરૂચના 3 યુવકોનો ભયંકર કાર અકસ્માત, આગ લગતા જીવતા ભૂંજાયા

થરાદ: રેતી ભરેલું ડમ્પર પલટી જતા નાળામાં કામ કરતા ચાર શ્રમિકોના મોત

ગાંધીનગરની ગોસિપ..

રાજકોટ સિવિલ ઉંદર ભરોસે! વીડિયો વાઇરલ થતા તંત્ર સફાળું જાગ્યું, પાંજરા મુકીને પડક્યા 40 ઉંદરો

દિલ્હીમાં ભાજપની સરકાર બનતાની સાથે કયા કામને પ્રાથમિકતા આપવામાં આવશે?

૨૭ વર્ષ પછી દિલ્હીમાં ભાજપ સત્તા પર આવતા રસપ્રદ તથ્યો અને આંકડાઓ

દિલ્હીમાં ચૂંટણીમાં હાર બાદ અરવિંદ કેજરીવાલે આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો ભાજપની જીત અંગે શું કહ્યું