ગુજરાતનાં શહેર-શહેરની સમસ્યા, કોડિનારનું તંત્ર જાગ્યું - બાકીનાં ક્યારે જાગશે?
ગુજરાતનાં તમામ નાના મોટા શહેરોમાં હાલ તમામે જોયું હશે કે ઇંડા-ચિકન-મટનની રેકડીઓનો રાફડો ફાટ્યો છે. અનેક શહેરનાં અનેક વિસ્તારોમાં એક લાઇનમાં અનેક લારીઓ ઇંડા-ચિકન બનાવી વેંચે છે. આપણી વેગન બ્રાન્ડ અને સંસ્કૃતિથી વિપરીત તો છે જ પણ આનાં કારણે અનેક નાની મોટી સમસ્યા પણ સર્જાઇ રહી છે જે સામાજીક રીતે હાનીકારક પણ છે.
હાલનાં સમયમાં ગુજરાતનું કોઇ પણ શહેર લઈ લો ત્યાં બીજુ કશું ખાણી-પીણીનું મળે કે ન મલે ઇંડા-ચિકન અને મટનની લારીઓ તો મળશે જ મળશે. પૂર્વનાં વર્ષોમાં પણ ઇંડા-ચિકનની લારીઓ હતી જ ન હતી તેવું નથી પણ તે શહેરનાં કોઈ ચોક્કસ વિસ્તારમાં આઈશોલેશનમાં હતી. હાલનાં સમયમાં શહેર નાનું હોય કે મોટું હોય વિસ્તાર પોશ હોય કે નબળો, બીજુ કોઇ લારી-ગલ્લા હોય કે ન હોય ઇંડા-ચિકનની લારીએ તો હોય જ છે તેવું અનેક જગ્યાએ જોવામાં આવે છે. અહીં વાત ફક્ત વેજ કે નોનવેજ ખાવાની નથી. કઈ વસ્તુ ખાવી તે નક્કી કરવાનો કોઇ પણ નાગરિક અબાધ હક્ક છે. પણ ઇંડા-ચિકનની લારીઓનો અતિરેક આપણી વેગન બ્રાન્ડ અને સંસ્કૃતિથી વિપરીત તો છે જ પણ આનાં કારણે અનેક નાની મોટી સમસ્યા પણ સર્જાઇ રહી છે જે સામાજીક રીતે હાનીકારક પણ છે.
આ મામલે કોડીનાર શહેરનું તંત્ર જાગ્યું અને કોડીનાર શહેર વિસ્તાર માં ઠેકઠેકાણે ખુલી ગયેલ ગેરકાયદેસર ચિકન કટીંગ દુકાનો પર તંત્રએ તવાઈ બોલાવી.ગઈ કાલ સાંજ થી તંત્ર એ ચેકીંગ હાથ ધરતા ચિકન કટીંગ કરતા 9 દુકાનદારોએ ચિકન કટીંગ બંધ કરવાની લેખિત સંમતિ આપી હતી. સંમતિ બાદ આજે એક દુકાનદારે દુકાન ખોલી ચિકન કટીંગ કરતા દુકાન સિલ કરાઈ હતી.તૌ શહેરી વિસ્તારમાં ચિકન કટીંગ નો વેસ્ટ ખાઈ શ્વાનો હિંસક બન્યા છે અને થોડા દિવસ પૂર્વે શ્વાને માસૂમ બાળક ને ફાડી ખાધું હતું
ગીર સોમનાથ ના કોડીનાર શહેર તથા આસપાસના વિસ્તારોમાં શ્વાન ની સંખ્યા પણ ખૂબ જ વધી રહી છે. શહેરી વિસ્તારો માં શ્વાનો ખૂંખાર અને હિંસક બની રહ્યા છે ત્યારે આવીજ એક દુઃખદ ઘટના કોડીનાર માં 9 માર્ચ ના રોજ કોડીનારના શહેર મધ્યે બંધ પડેલી રેલ્વે ટ્રેક પર ચાર માસ ની માસૂમ બાળકીને ફાડી ખાધી હતી તેના ભાગરૂપે ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નગર પાલિકા દ્વારા કોડીનારમાં ઠેક ઠેકાણે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા ચિકન કટીંગ ની ગેર કાયદેસર દુકાનદારો ને બંધ કરવા નોટિસો પાઠવી હતી ત્યારે આ દુકાનદારો એ નોટીસ અવગણી દુકાનો ખુલી રાખી ચિકન કટીંગ નું વેંચાણ ચાલું રાખતા
LokSabha Election 2024 : હિમાચલમાં કોંગ્રેસને મોટો ફટકો, 6 બળવાખોર અને 3 અપક્ષ ધારાસભ્યો ભાજપમાં જોડાય
ગઈ કાલ સાંજે તંત્ર દ્વારા તવાઈ બોલાવાય હતી શહેર ના મામલદાર ઓફિસ રોડ પર ચિકન કટિંગ ની દુકાનો પર પાલિકા વહીવટદાર મામલતદાર દ્વારા પોલિસ બંદોબસ્ત રાખી ગેર કાયદેસર રીતે ચિકન કટિંગ કરતા ઈસમો પર રેડ કરવામાં આવી હતી જને લઈ ચિકન કટીંગ કરતા 9 દુકાનદારો એ લેખિત સંમતિ આપી ચિકન કટીંગ દુકાનો બંધ કરવાની ખાત્રી આપી હતી જ્યારે આજે સવારે તંત્ર દ્વારા ફરી ચેકીંગ હાથ ધરાયું હતું ચેકીંગ બાદ બપોરે પાણી ઝાંપા વિસ્તાર માં આવેલ બરકત ચિકન હાઉસ દ્વારા દુકાન ની અંદર દરવાજો બહાર થી અટકાવી અંદર થી ચિકન કટીંગ કરતાં હોવાનું જણાતા પાલિકા તંત્ર દ્વારા બરકત ચિકન હાઉસ ને સિલ કરાયું હતું.
આ સમસ્યા તો ગુજરાતભરની છે કારણ કે આવા લારી-ગલ્લાનાં કારણે અનેક સમસ્યા જે સામાજીક રીતે અણછાજતી છે તે સર્જાય રહી છે. ઇંડા-મટન-ચિકન ખાવા માટે અને ખાસ કરીને રાત્રીનાં સમયો ખાવા માટે આવતા લોકોમાંથી મોટા ભાગના લોકો દારુ પી અને આવે છે. પીધા પછી વાણી વર્તન અને છેડતી જેવી સમસ્યાને જન્મ આપે છે વળી દાદાગીરી અને લુખ્ખાગીરી તો ખરી જ. વળી પર માટી બનાવ્યાનો અને ખાધા પછીનો એઠવાડ જ્યાં ને ત્યાં હોવાનાં કારણે શહેરી પશુઓ પણ રાની બની રહ્યા છે અને રોજ કુતરાઓ કરડવાની અને બીજુ અનેક સમસ્યાઓ સર્જાય છે. કોડીનારનું તંત્ર જાગ્યું બાકી ક્યારે જાગશે તે પ્રશ્ન છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM




TV13 Web : http://www.tv13gujarati.com/