નાણાંકીય શિસ્તમાં ગુજરાતનો ડંકો, 21 મોટા રાજ્યોને પાછળ છોડી જાહેર દેવામાં ઘટાડામાં પ્રથમ ક્રમે

ગુજરાતના GSDP સામે દેવામાં છેલ્લા 10 વર્ષમાં 4.5%નો ઘટાડો, સરેરાશ પ્રાથમિક ખાધ માત્ર 0.3%: NCAERનો અહેવાલ

image
X
છેલ્લા દસ વર્ષમાં ગુજરાતે તેના કુલ રાજ્ય ઘરેલુ ઉત્પાદન સામે જાહેર દેવાના ગુણોત્તરમાં નોંધપાત્ર 4.5%નો ઘટાડો નોંધાવ્યો છે. આ સિદ્ધિને બિરદાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, “મને એ જણાવતા આનંદ થાય છે કે, NCAERના અર્થશાસ્ત્રીઓના રિપોર્ટ મુજબ, ગુજરાતે દેશના 21 મોટા રાજ્યોમાં સૌથી વધુ 4.5%નો દેવાનો ઘટાડો નોંધાવ્યો છે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારની મજબૂત નાણાંકીય વ્યવસ્થાપન અને રાજકોષીય સમજણનું પરિણામ છે.”

NCAERના આંકડા દર્શાવે છે કે, ગુજરાત રાજકોષીય શિસ્ત અને આર્થિક વિકાસ વચ્ચે સંતુલન જાળવીને લાંબા ગાળાની આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરી રહ્યું છે. વર્ષ 2022-23માં ગુજરાતનો GSDP સામે દેવાનો ગુણોત્તર 18.9% હતો, જે 2023-24માં ઘટીને 18.2% થયો છે. જ્યારે અન્ય ઘણા રાજ્યો દેવાના બોજ હેઠળ દબાયેલા છે, ત્યારે ગુજરાતે દેવામાં ઘટાડો કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વધુમાં, ગુજરાતે 7.4 વર્ષની સરેરાશ પરિપક્વતા સાથે સ્ટેટ સિક્યોરિટીઝ પર 7.5% સરેરાશ વ્યાજ દર જાળવી રાખ્યો છે, જે રાજ્યની નાણાંકીય સક્ષમતા દર્શાવે છે.

બેરી આઇચેનગ્રીન અને પૂનમ ગુપ્તાના NCAER વર્કિંગ પેપર ‘ધ સ્ટેટ ઑફ ધ સ્ટેટ્સ: ફેડરલ ફાઈનાન્સ ઇન ઈન્ડિયા’માં ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાતને દેવાના નીચા સ્તરવાળા રાજ્યો તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેમનું દેવું રાજ્યના જીડીપીના 20%થી ઓછું છે. આ આંકડો પંજાબ જેવા રાજ્યો (47.6%)ની તુલનામાં ઘણો ઓછો છે, જે રાજ્યો વચ્ચે નાણાંકીય વ્યવસ્થાપનમાં રહેલી અસમાનતા દર્શાવે છે.

ગુજરાતની નાણાંકીય વ્યવસ્થાપનની મુખ્ય બાબતો:
નાણાંકીય શિસ્ત: રાજ્યે મહેસૂલ ખાધ, રાજકોષીય ખાધ અને બાકી જવાબદારીઓ જેવા મુખ્ય રાજકોષીય માપદંડોનું 90%થી વધુ પાલન કર્યું છે.
રાજકોષીય ખાધ: ગુજરાતની સરેરાશ 10 વર્ષની પ્રાથમિક ખાધ GSDPના માત્ર 0.3% રહી છે. 
આર્થિક વૃદ્ધિ: ગુજરાતે GSDPમાં 12%ની પ્રભાવશાળી વૃદ્ધિ હાંસલ કરી છે, જે તેની મજબૂત આર્થિક નીતિનો પુરાવો છે.

ગુજરાતનો નાણાંકીય વ્યવસ્થાપનનો અભિગમ માત્ર નાણાંકીય સ્થિરતા જ નહીં, પરંતુ મજબૂત આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન આપે છે. આ જ કારણોસર ગુજરાત રોકાણકારો માટે આકર્ષક સ્થળ બન્યું છે. રાજ્યનું આર્થિક વ્યવસ્થાપન અન્ય રાજ્યો માટે પણ એક ઉદાહરણરૂપ છે.

ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના સ્ટેટ ફાઇનાન્સિસ રિપોર્ટ પણ ગુજરાતના મજબૂત નાણાંકીય વ્યવસ્થાપનને સમર્થન આપે છે. રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારની સિક્યોરિટીઝની સરખામણીમાં ગુજરાતનો તફાવત સૌથી ઓછો છે, જે રાજ્યના નાણાકીય સ્વાસ્થ્ય પર રોકાણકારોના ઊંડા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. NCAERના રિપોર્ટમાં 21 મુખ્ય રાજ્યોના દેવાના સ્તરનું વિશ્લેષણ દર્શાવે છે, જેમાં ગુજરાત, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોએ દેવામાં ઘટાડો નોંધાવ્યો છે, જ્યારે અન્ય રાજ્યોમાં દેવાનો બોજ વધ્યો છે. આમ, ગુજરાતનું શિસ્તબદ્ધ નાણાંકીય વ્યવસ્થાપન અને મજબૂત આર્થિક પ્રગતિ તેને ભારતના આર્થિક નકશા પર એક લીડર તરીકે સ્થાપિત કરે છે અને 2047 સુધીમાં વિકસિત ભારતનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Recent Posts

ગુજરાતી સાહિત્યના મેઘાવી સર્જક રજનીકુમાર પંડ્યાનું નિધન, સાહિત્ય જગતમાં મોટી ખોટ

અમદાવાદમાં અસામાજિક તત્વોના આતંકની ઘટના બાદ તંત્રએ આરોપીઓના 'ગેરકાયદેસર' ઘરો પર ફેરવ્યું બુલડોઝર

અંજાર: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા, 4ના મોત, એકની શોધખોળ યથાવત

RTE મુદ્દે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, આવક મર્યાદા વધારીને કરાઈ રૂ.6 લાખ

PM નરેન્દ્ર મોદી એપ્રિલમાં ચોથી વખત શ્રીલંકાની લેશે મુલાકાત, સૌર ઉર્જા પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન

અસામાજિક તત્ત્વોને લઇને રાજ્ય પોલીસ વડાએ યોજી બેઠક, આગામી 100 કલાકમાં યાદી તૈયાર કરવા આપ્યો આદેશ

ગાંધીનગરની ગોસિપ

આસારામ ઇન્દોરથી જોધપુર પહોંચ્યા, 31 માર્ચ સુધી વચગાળાના જામીન મળ્યા

આગામી વર્ષે અમેરિકામાં યોજાશે ગ્લોબલ પાટીદાર સમિટ

મોરારિબાપુના ધર્માંતરણ અંગેના નિવેદનને લઈને શિક્ષણ મંત્રીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું