ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી; પરિસ્થિતિ સામે સરકાર સજ્જ
વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ જણાવી રાહત કમિશનર આલોક પાંડેએ વરસાદની વિગતો આપી હતી. પાંડેએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વરસાદની પરિસ્થિતિનું SEOC ખાતેથી સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ 24 x 7 ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે. રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટરઓને વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને આવશ્યક પગલાંઓ લેવા સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ NDRFની કુલ 10 ટીમો, SDRFની કુલ 20 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત ૫ NDRFની ટીમો રીઝર્વ રાખવામાં આવી છે.
હવામાન વિભાગે રાજયમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે,રાજયમાં આજે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.અતિભારે વરસાદને લઈ કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે.સુરત, નવસારી, વલસાડ, દમણમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.આણંદ, વડોદરામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે ભારેથી અતિભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પોરબંદરમાં 24 કલાકમાં 20 ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો. દ્વારકામાં માત્ર બે કલાકમાં 10 ઇંચ વરસાદ પડતા યાત્રાધામમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. બીજી તરફ વલસાડમાં 6.5 ઇંચ તો ઉમરગામમાં 8 ઇંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર 400 લોકોનું સ્થળાંતર, 57 ગામો પૂરને કારણે અસરગ્રસ્ત, રાહત અન ેબચાવ માટે ટીમો તહેનાત ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં 400 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા જ્યારે 57 ગામને અસર થઈ હતી. રાજ્ય સરકારના આંકડા અનુસાર આ ચોમાસામાં અત્યાર સુધી વરસાદ સંબંધિત અકસ્માતોને કારણે 42 લોકોના મોત નીપજ્યાં છે. સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી છે.
પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર સજ્જ
વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ જણાવી રાહત કમિશનર આલોક પાંડેએ વરસાદની વિગતો આપી હતી. પાંડેએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર અને વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વરસાદની પરિસ્થિતિનું SEOC ખાતેથી સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ 24 x 7 ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત છે. રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટરઓને વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને આવશ્યક પગલાંઓ લેવા સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ NDRFની કુલ 10 ટીમો, SDRFની કુલ 20 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત ૫ NDRFની ટીમો રીઝર્વ રાખવામાં આવી છે.
હવામાન વિભાગે છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદની વિગતો આપતાં કહ્યું કે, પોરબંદર જિલ્લામાં 301 મી.મી., દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં 227 મી.મી., જુનાગઢ જિલ્લામાં 176 મી.મી., વલસાડ જિલ્લામાં 195 મી.મી., જામનગર જિલ્લામાં 86 મી.મી., ગીર સોમનાથ જિલ્લામાં 65 મી.મી., રાજકોટ જિલ્લામાં 46 મી.મી., નવસારી જિલ્લામાં 41 મી.મી. વરસાદ તથા અન્ય જિલ્લાઓમાં 1 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સાંજના 6.00 કલાક સુધીમાં સરેરાશ 328.44 મી.મી. વરસાદ વરસ્યો છે. જે સરેરાશ વરસાદની સામે 37.20 ટકા જેટલો થાય છે. રાજ્યના 206 જળાશયો પૈકી હાઈ એલર્ટ પર 13, એલર્ટ પર 11 અને વોર્નિંગ પર 16 જળાશયો છે. રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહ 2,05,122 MCFTછે. જે કુલ સંગ્રહ ક્ષમતાનો 36.62 ટકા જેટલો છે. સરદાર સરોવરમાં 1,83,532 એમ.સી.એફ.ટી જેટલો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 54.94 ટકા જેટલો છે.