અમદાવાદમાં ભારે વરસાદને કારણે ચારે બાજુ ભરાયા પાણી, શહેરના 5 અંડરપાસ કરાયા બંધ
અભિષેકસિંહ વાઘેલા, અમદાવાદ
અમદાવાદ શહેરમાં આ સિઝનમાં અત્યાર સુધી 10.48 ઈંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે શહેરની 105 જગ્યાઓ પર પાણી ભરાયા હતા. આ તમામ સ્થળોએ બે કલાકથી વધુ સમય સુધી પાણી ભરેલું રહ્યું હતું. હાલમાં પણ કેટલીક જગ્યાઓ પર પાણી ભરેલું છે, જેને બપોરે 4 વાગ્યે દૂર કરવામાં આવશે.
પાણી ભરાયેલી જગ્યાઓમાં મુખ્યત્વે મકતમપુરામાં પલકનુંમ, ગોતામાં બદલનગર, કુમુદનગર, બંધન ટ્રાયેન્ગલ, શાહીબાગમાં એમ.એસ. એપાર્ટમેન્ટ, વસ્ત્રાલમાં પંચરત્ન આવાસ, નિકોલમાં મધુમાલતી આવાસ, ડી-કેબિન અંડરપાસ અને કાળી ગામ અંડરપાસનો સમાવેશ થાય છે. ખાસ કરીને મધુમાલતી આવાસમાં પાણી ભરાવાની સમસ્યા સતત રહે છે, પરંતુ ઈસ્ટર્ન ટ્રંક લાઈન કનેક્ટ થયા બાદ આ સમસ્યા ઉકેલાઈ જશે તેવી આશા છે.
શહેરમાં પાણી ભરાવાને કારણે 5 અંડરપાસ બંધ કરવામાં આવ્યા હતા, જેમાં મીઠાખળી, અખબારનગર, મકરબાના બે અંડરપાસ અને ડી-કેબિન અંડરપાસનો સમાવેશ થાય છે. અખબારનગર અંડરપાસમાં દોઢ ફૂટ પાણીમાં એક ગાડી ફસાઈ જતાં બંધ થઈ ગઈ હતી. બુમ્બેરિયરમાં પાણીનું સ્તર 2 ફૂટ હતું, જેને ઘટાડીને 1.35 ફૂટ કરવામાં આવ્યું જેથી કોઈ ફસાય નહીં.
શહેરમાં પાણી નિકાલ માટે 25 વરુણ પંપ પૈકી 24 પંપ હાલ કાર્યરત છે. જોકે, ત્રણ જગ્યાઓ પર બ્રેકડાઉનની સ્થિતિ નોંધાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી નિકાલની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ ભારે વરસાદે શહેરની ટ્રાફિક અને રોજિંદા જીવનને અસર કરી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB