રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું ઓરેન્જ એલર્ટ
રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. સાર્વત્રિક વરસાદની સાથે સાથે હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ આવપામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સૌથી વધુ 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના 33 જિલ્લાના 227 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આજે 18 જૂને સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 10.46 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં ચોમાસાની જોરદાર શરુઆત થઈ ગઈ છે. આજ સવાર સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ 10.46 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે હજી પણ હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપી છે અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે આ જિલ્લાઓમાં આપ્યું યલો એલર્ટ
વરસાદને લઈને હવામાન વિભાગે રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
કઈ તારીખે કેવો રહેશે વરસાદ?
19-20 જૂન રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ રહેશે, તો 21-22 જૂન રાજ્યમાં સાર્વત્રિક મધ્યમ વરસાદ રહી શકે છે. આ ઉપરાંત 22, 23 અને 24 જૂનના રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. આ સાથે રાજ્યમાં પવનની ગતિ 40-50 મૂકી પ્રતિકલાકની રહી શકે છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats