રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો, પ્રથમ વખત ડોલરની સામે ભારતીય રુપિયો 87.05 ના રેકોર્ડ નીચલા સ્તર પર પહોંચ્યો
અમેરિકા તરફથી ટેરિફમાં વધારો થવાની આશંકા વચ્ચે, ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે અને ડોલર સામે તે 87 રૂપિયાને પાર કરી ગયો છે.
ડોલર સામે ભારતીય રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો જોવા મળ્યો છે અને તે પ્રથમ વખત 87 રૂપિયાની ઉપર ગયો છે. કરન્સી માર્કેટની શરૂઆતમાં રૂપિયો ડૉલરના મુકાબલે 42 પૈસાના ઘટાડા સાથે 87.06 પર ખુલ્યો હતો, જ્યારે કારોબાર શરૂ થયાની 10 મિનિટમાં જ તે 55 પૈસા પર આવી ગયો હતો. એક ડોલર સામે ભારતીય રૂપિયામાં ભારે ઘટાડો થવાને કારણે 87.12 રૂપિયા પ્રતિ ડોલર થઈ ગયો હતો.
આજે રૂપિયાના ઘટાડાની પાછળનું કારણ ડૉલરની મજબૂતાઈ છે અને તેના કારણે ડૉલર સામે ટ્રેડ થતી કરન્સી પર તેની અસર જોવા મળી રહી છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી ડોલર વધુ મજબૂત બન્યો છે. તેની સામે તમામ કરન્સીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
શેરબજારમાં પણ આજે ખરાબ શરૂઆત
શેરબજાર માટે પણ આજની શરૂઆત ખરાબ રહી છે અને સેન્સેક્સ-નિફ્ટી જોરદાર ઘટાડા સાથે ખુલ્યા છે. BSE સેન્સેક્સ 442.02 પોઈન્ટ એટલે કે 0.57 ટકાના ઘટાડા સાથે 77,063 ની સપાટી પર ખુલ્યો. આ સિવાય NSEના નિફ્ટીએ 162.80 પોઈન્ટ્સ એટલે કે, 0.69 ટકાના ઘટાડા સાથે 23,319 ની સપાટી પર ટ્રેડિંગની શરૂઆત દર્શાવી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB