Holi : અનોખી હોળી પરંપરા | હોલીકાના પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાનયાત્રા કાઢવાની અનોખી માન્યતા
હોળીનો તહેવાર અને તેમા પણ ખાસ કરીને ધૂળેટીની ઉજવણી અનેક જગ્યાએ જુદીજુદી રીતે અને પરંપરા પ્રમાણે કરવામાં આવે છે. ક્યાંક લોકો શાકભાજીથી તો ક્યાંક ખાસડા એટલે કે જુત્તાથી, તો ક્યાંક છાણા સામે સામે મારીને ધૂળેટી રમે છે અને આનંદ ઉત્ત્સવ માણે છે. પરંતુ શું તમે કોઇ ઉજવણીમાં કોઇની સ્મશાનયાત્રા કાઢવાની અનોખી માન્યતા જોઇ કે સાંભળી છે.
હોળી છે ભઇ હોળી છે...... અને બુરા ન માનો હોલી છે...... હોળીનું નામ આવે એટેલ રંગો અને ઉજવણી આંખે તરી આવે. લોકો હોળીકા દહન કરે અને બીજા દિવસે દિવસભર રંગોથી તરબોળ થઈ ધૂળેટી રમે. પરંતુ ભારત વિવિધતાનો દેશ છે અને દેશનાં ખુણેખુણે પોતાનાં રીતરિવાજો હોય છે. તહેવારો જેમ હજારો છે તેમ એક તહેવારની ઉજવણી પણ હજારો રીતે થાય તે ભારત. હોળીનો તહેવાર અને તેમા પણ ખાસ કરીને ધૂળેટીની ઉજવણી અનેક જગ્યાએ જુદીજુદી રીતે અને પરંપરા પ્રમાણે કરવામાં આવે છે. ક્યાંક લોકો શાકભાજીથી તો ક્યાંક ખાસડા એટલે કે જુત્તાથી, તો ક્યાંક છાણા સામે સામે મારીને ધૂળેટી રમે છે અને આનંદ ઉત્ત્સવ માણે છે. પરંતુ શું તમે કોઇ ઉજવણીમાં કોઇની સ્મશાનયાત્રા કાઢવાની અનોખી માન્યતા જોઇ કે સાંભળી છે.
ભરૂચ જંબુસર પટેલ ખડકીમાં ધુળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. રાક્ષસરાજ હિરણ્યકશ્યપુની બહેન હોલીકાનાં પ્રેમી ઇલ્લાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાનયાત્રા કાઢવાની અનોખી માન્યતા છે. જંબુસર પાંજરાપોળ વિસ્તારમા બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માર્ટીમાંથી ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે. ધુળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુની ખડકીના લોકો એકત્ર થઈ ઇલ્લાજીની પ્રતિમાને નનામીમાં સુવડાવી કૂલહાર ચઢાવી આરતી કરી, પોતાના કોઇ સ્વજનને જેમ વિદાય કરતા હોય તેવી રીતે સ્મશાનયાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે.
લોકવાયકા મુજબ ઇલ્લાજી, હોલીકાનાં પ્રેમી હતા . હોળીનાં દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે. બીજા દિવસે ઇલ્લાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપુને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઇ ગયું હતું અને રાખ જોઇ તે ખૂબ દુઃખી થાય છે. તેનું મન વિચલિત થાય છે અને ભાવવિભોર બની તે રાખમાં ખુબજ આળોટે છે અને અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે, તેવું પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનો એ જણાવ્યું હતું. ઇલ્લાજીની સ્મશાનયાત્રામાં યુવાઓ ભાઇઓ બહેનો જોડાયાં હતા અને પરંપરા પ્રમાણે ઉત્સાહથી હોળી-ધૂળેટીની ઉજણવી કરી હતી.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/