કોલ્ડપ્લે કોન્સેપ્ટની સફળતા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરી બિરદાવી, પ્રશંસા પત્ર પણ આપ્યા
ગુજરાતમાં મોટા ઇવેન્ટો કરવા માટે સક્ષમ છે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા 2 દિવસીય કોલ્ડપ્લે કોન્સેપ્ટમાં ગુજરાત પોલીસએ સરાહનીય કામગીરી કરી બતાવી હતી.
શિવાંશુ સિંહ, અમદાવાદ
પોલીસ કમિશનર કચેરી ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા 2 દિવસીય કોલ્ડપ્લે કાર્યક્રમમાં ગુજરાત પોલીસે સરાહનીય કામગીરી કરી બતાવી હતી. મોટા અધિકારીઓ પણ આ કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક નિયમનમાં તત્પર જોવા મળ્યાં હતાં. નોંધનીય છે કે, આ કાર્યક્રમ સફળ રહેતા અનેક લોકોએ ગુજરાત અને ગુજરાત પોલીસના વખાણ કર્યાં હતા.
આજે ગૃહ રાજ્યમંત્રીએ અમદાવાદ શહેર પોલીસને અભિનંદન પાઠવ્યા છે. અભિનંદન પાઠવતા હર્ષ સંઘવીએ કહ્યું કે, 'બે દિવસીય કોલ્ડપ્લેમાં 2 લાખથી પણ વધારે લોકો આવ્યાં હતાં. આટલા લોકો માટે વ્યવસ્થાઓ કરીએ કઈ નાની વાત નથી. પરંતુ ગુજરાત પોલીસ માટે કોઈ કામ અઘરૂ નથી એ પણ ગુજરાત પોલીસે 25/26 જાન્યુઆરીએ યોજાયેલા કોલ્ડપ્લે દરમિયાન સાબિત કરી બતાવ્યું છે.'
અનેક અધિકારીઓને અને કર્મચારીને આપ્યા પ્રશંસા પત્ર
આ ઇવેન્ટમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા ડીસીપી ઝોન 2 ભરતકુમાર રાઠોર, એસીપી દિગ્વિજય સિંહ, એસીપી શૈલેષ મોદી ,પીઆઇ એન.એમ પંચાલ, પીઆઇ નિકુંજ સોલંકી સહિતના અધિકારીઓને અને કર્મચારીને પ્રશંસા પત્ર આપવા આવ્યા હતા.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats