Rajkot Padminiba Controversy: ક્ષત્રિય આંદોલનનાં મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત 5 સામે હનીટ્રેપની ફરિયાદ, જાણો સમગ્ર મામલો
ક્ષત્રિય આંદોલનના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા ફરીવાર વિવાદમાં સપડાયા છે. મહિલા શક્તિ માટેની લડાઈમાં અગ્રસર રહેનારા પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત 5 લોકો વિરુદ્ધ ગોંડલ B ડિવિઝન પોલીસે હનીટ્રેપનો ગુનો નોંધ્યો છે.
પદ્મિનીબા વાળા તેમજ તેના પુત્ર સહિત 5 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
ક્ષત્રિય આંદોલનમાં સૌથી આગળ રહેનારા સમાજનાં મહિલા અગ્રણી એવા પદ્મિનીબા વાળા તેમના નિવેદનોના કારણે હંમેશાં ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર પદ્મિનીબા વાળા આ વખતે કોઈ નિવેદનનાં કારણે નથી પરંતુ તેમની સામે ગંભીર આરોપો સાથે થયેલી પોલીસ ફરિયાદનાં કારણે ચર્ચામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિની બા વાળા અને તેમના પુત્ર સહિત 5 લોકો સામે હની ટ્રેપ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તેજલ છૈયા નામની યુવતી દ્વારા ગોંડલના 60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવવામાં આવ્યો હતો. આરોપીઓએ આ વ્યક્તિને અવાર નવાર વીડીયો કોલ તથા વોટ્સઅપ કોલથી વાતચીત કરી હતી. આ યુવતીએ વીડિયો કોલમાં પોતાના શરીરનો કેટલોક ભાગ બતાવી આ વ્યક્તિને ફસાવ્યો હતો. ત્યાર બાદ તેની સામે બળજબરી પૂર્વક પૈસા માંગવામાં આવ્યા હતાં.
પૈસાની માંગણી... જાનથી મારવાની ધમકી!
તમામ આરોપીઓએ ફરિયાદીના ઘરમાં ઘૂસીને ધાકધમકી આપી હતી. આ દરમિયાન ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ આ દીકરી સાથે આવુ કેમ કરાય તેમ કહી ફરીયાદીને રોડ વચ્ચે કપડા કાઢી માર મારવાની અને મકાન પડાવી દેવાની ધમકી આપી હતી. ત્યાર બાદ ફરિયાદીએ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી. જેમાં બળજબરીપૂર્વક પૈસાની માંગણી કરવી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ ફરિયાદ મુજબ, નિવૃત્ત વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવીને પૈસાની માંગણી કરવામાં આવી હતી તેમ જ બળજબરીપૂર્વક વૃદ્ધ વ્યક્તિનું મકાન પચાવી પાડવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાના આરોપ થાય છે. આ સમગ્ર મામલે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ થતાં પોલીસે પૈસાની માંગણી, જાનથી મારવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.
પદ્મિનીબા વાળાએ કહ્યુ-"આ એક મોટું ષડયંત્ર છે"
હનીટ્રેપની ફરિયાદ અંગે પદ્મિનીબા વાળાએ તેમની વિરુદ્ધ થયેલા તમામ આરોપોને ફગાવતા કહ્યું હતું કે, મેં પૈસાની માગણી કરી જ નથી....જો તેમની પાસે પુરાવા હોય તો પોલીસ અને મીડિયા સમક્ષ રજૂ કરવા જોઇએ...આ એક મોટું ષડયંત્ર છે, જેમાં બીજા કોઈ તત્વો કામ કરી રહ્યા છે. જે પણ સત્ય હશે તે આજે નહીં તો કાલે બહાર આવીને રહેશે. અમે યુવતીને ન્યાય અપાવવા માટે મદદે આવ્યા હતા, પરંતુ અમારી સામે જ ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB