કેવી છે અનંત અંબાણીની ₹1 કરોડની પેઇન્ટેડ Cullinan SUV? જાણો વિશેષતાઓ
રોયલ્સ-રોયસ Cullinan કોઈ સામાન્ય કાર નથી. આ કાર બ્રિટિશ લક્ઝરી અને ઈજનેરીનો બેસ્ટ નમૂનો છે. રોયલ્સ-રોયસ લક્ઝરી લાઈફસ્ટાઇલને પ્રદર્શિત કરે છે. અનંત અંબાણીનું આ મોડલ તો તેને પર્સનલ આર્ટિસટીક ટચ આપે છે. રોલ્સ-રોયસ કસ્ટમાઇઝેશન કરે છે, જેમાં કાર માલિક તેની ઇચ્છા મુજબ કારને કસ્ટમાઇઝ કરાવી શકે છે.
અનંત અંબાણીની કસ્ટમાઇઝ્ડ રોલ્સ-રોયસ
અંબાણી પરિવાર તેની લક્ઝરી લાઇફસ્ટાઇલ માટે જાણીતો છે. પૂરા પરિવાર પાસે એક કરતાં વધુ લક્ઝરી કાર છે. અંબાણી પરિવારનો રોલ્સ-રોયસ કુલીનનનો ક્રેઝ એટલો બધો છે કે તેમની પાસે 10 રોલ્સ-રોયસ કુલીનન છે, જે બધી જ અનોખી છે. કાર્ટોકના રિપોર્ટ મુજબ, જિયો ગેરેજમાં એક રોલ્સ-રોયસ કુલીનન છે, જેના પેઇન્ટિંગનું કામ જ ફક્ત 1 કરોડ રૂપિયાનું છે. આ રોલ્સ-રોયસ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની છે.અંબાણી પરિવાર માત્ર કારની આકાર પર ધ્યાન આપતો નથી, પણ કારની '0001' જેવી પ્રીમિયમ નંબર પ્લેટ માટે પણ ₹12 લાખ ખર્ચે છે. અનંત અંબાણીની ઘણી કારોએ આ નંબરની છે, જે તેની લક્ઝરી ઈફસ્ટાઈલ બતાવે છે.
ઇન્ટીરિયર કસ્ટમાઇઝેશન
Cullinanનું ફાઇન લેધર ઇન્ટીરિયર, ડિજિટલ કંટ્રોલ ફીચર્સ અને હાઈ-એન્ડ મ્યુઝિક સિસ્ટમ કારને એક રોયલ અનુભવ આપે છે. અનંતે પણ પોતાની કારમાં વ્યક્તિગત પસંદગીઓ મુજબ ફેરફાર કરાવ્યા છે, જે તેમના વર્તમાન જીવનશૈલી સાથે મેળ ખાતા છે. બાણી પરિવારનો લક્ઝરી જીવવાનો અભિગમ માત્ર રહેઠાણ કે કપડાં પુરતો મર્યાદિત નથી—પરંતુ તેઓ વાહનોથી પણ તેમની લાઈફસ્ટાઇલને વ્યક્ત કરે છે. Cullinan જેવી કાર માત્ર વાહન નથી, એ એક ધોરણ છે.
અંબાણી પરિવાર ખાસ કસ્ટમાઇઝેશન કરે છે
હંમેશા જોવા મળે છે કે અંબાણી પરિવાર તેમની રોલ્સ-રોયસ કારના કસ્ટમ ફીચર્સ પર ઘણો ખર્ચ કરે છે. આ કસ્ટમાઇઝેશનમાંથી એક પેઇન્ટ જોબ છે, જેના પર 1 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. જ્યારે વરરાજા રાજા અનંત અંબાણી તેમના લગ્ન માટે જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પહોંચ્યા, ત્યારે બધાની નજર અનંતની રોલ્સ-રોયસ પર ટકેલી હતી. અનંત અંબાણી રોલ્સ-રોયસ કુલીનન બ્લેક બેજમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા પહોંચ્યા હતા.
રોલ્સ-રોયસ કુલીનનની સ્પીડ અને એન્જિન
રોલ્સ-રોયસ કુલીનન એક 5-સીટર લક્ઝરી SUV છે, જે દેશમાં કુલ 11 રંગોમાં ઉપલબ્ધ છે. આ કારની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક છે. કંપનીના જણાવ્યા અનુસાર આ કાર ફક્ત 6.6 કિમી માઇલેજ આપે છે. ઉપરાંત, આ કારમાં ફક્ત ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. રોલ્સ રોયલ કુલીનનના એન્જિન વિશે વાત કરીએ તો કંપનીએ તેમાં 6,749 સીસીનું શક્તિશાળી એન્જિન આપ્યું છે. આ એન્જિન 563 બીએચપીનો મહત્તમ પાવર તેમજ 850 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats