લોડ થઈ રહ્યું છે...

1.5 ટનનું AC એક કલાકમાં કેટલી વીજળીનો કરે છે ઉપયોગ? જાણો એક મહિનામાં કેટલું આવશે બિલ

image
X
એપ્રિલ મહિનાના આગમન સાથે જ ઉનાળો પણ દરવાજા પર દસ્તક આપી રહ્યો છે. ગરમી હવે ધીમે ધીમે વધી રહી છે અને આવી સ્થિતિમાં પંખા અને કુલરની સાથે સાથે હવે ગરમીથી બચવા માટે ACની પણ જરુર પડે છે. એપ્રિલ મહિના પછી તો મે-જૂન અને જુલાઈની કાળઝાળ ગરમીમાં રહેવું મુશ્કેલ પડી શકે છે, જેથી લોકોએ આ ગરમીથી બચવા માટે એર કંડિશનરનો સહારો લેવો પડી શકે છે. ઘણા લોકો તો માર્ચથી જ ACમાં રહેવા લાગ્યા છે, ગરમી વધવાની સાથે એસીની માંગ પણ ઝડપથી વધી છે, જેના કારણે મે અને જૂન મહિનામાં તેના વેચાણમાં ભારે ઉછાળો જોવા મળે છે. AC આપણને ગરમીથી રાહત આપે છે પરંતુ શું તમે જાણો છો કે તમારું AC એક કલાકમાં કેટલી વીજળી વાપરે છે.

ઉનાળાની ઋતુમાં સૂર્યના પ્રચંડ તાપને કારણે કુલર પણ કામ કરતા બંધ થઈ જાય છે. ત્યારે આવી સ્થિતિમાં, ફક્ત AC ની ઠંડી હવા જ રાહત આપે છે. પરંતુ ACનો ઉપયોગ શરૂ થતાંની સાથે જ વીજળીનું બિલ પણ ઝડપથી વધવા લાગે છે. આ જ કારણ છે કે ઘણા લોકો એસી લગાવે છે પણ તેનો ઉપયોગ ફક્ત થોડા કલાકો માટે જ કરે છે જેથી બિલ વધારે ન આવે. ચાલો તમને જણાવી દઈએ કે જો તમે દરરોજ 8-10 કલાક સતત AC નો ઉપયોગ કરો છો, તો કેટલી વીજળીનો વપરાશ થશે અને બિલ કેટલું આવશે.

10 કલાક એસી ચલાવવાનું બિલ કેટલું આવશે?
જો તમે તમારા ઘરમાં 1.5 ટન ક્ષમતા ધરાવતું એસી લગાવ્યું હોય, તો તે સરેરાશ દર કલાકે લગભગ 2.25 યુનિટ વીજળી વાપરે છે. જો તમે દરરોજ 10 કલાક એસીનો ઉપયોગ કરો છો, તો દરરોજ 22.5 યુનિટ વીજળીનો વપરાશ થશે. આ રીતે આખા મહિનામાં એટલે કે 30 દિવસમાં તમારું AC 675 યુનિટ વીજળીનો વપરાશ કરશે.

ધારો કે તમારા વિસ્તારમાં વીજળીનો દર પ્રતિ યુનિટ રૂ. 7 છે, તો એક મહિના માટે વીજળીનો કુલ ખર્ચ 675 યુનિટ x રૂ. 7 = રૂ. 4725 પ્રતિ માસ થશે. જો તમે એસી સાથે રેફ્રિજરેટર, કુલર, વોશિંગ મશીન જેવા ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છો, તો વીજળીનો વપરાશ બિલ 6000 થી 8000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

કલાક પ્રમાણે કેટલું આવશે AC નું વીજળી બિલ?

  • જો તમે દરરોજ 6 કલાક એસી ચલાવો છો, તો કુલ 405 યુનિટ વીજળીનો વપરાશ થશે અને બિલ 2,835 રૂપિયા આવશે.
  • જો તમે દરરોજ 8 કલાક એસી ચલાવો છો, તો કુલ 540GB યુનિટ વીજળીનો વપરાશ થશે, જેનું બિલ 3,780 રૂપિયા આવશે.
  • જો તમે 12 કલાક એસી ચલાવો છો, તો કુલ 810 યુનિટ વીજળીનો વપરાશ થશે, જેનું માસિક બિલ લગભગ 5670 રૂપિયા હશે.

તમને જણાવી દઈએ કે ઉપરોક્ત અંદાજિત વીજળી બિલની ગણતરી પ્રતિ યુનિટ 7 રૂપિયાના દરે કરવામાં આવી છે. જો તમારા વિસ્તારમાં પ્રતિ યુનિટ ખર્ચ આનાથી વધુ હશે તો વીજળીનું બિલ પણ વધુ આવશે.


AC માં વીજ વપરાશ કેવી રીતે ઘટાડવો?

  • જો તમે નવું AC ખરીદી રહ્યા છો, તો ઇન્વર્ટર ટેકનોલોજી ધરાવતું AC ખરીદો.
  • સમય સમય પર AC ની સર્વિસ કરાવો અને ફિલ્ટર પણ સમયસર સાફ કરો.
  • AC પાવર વપરાશ ટાળવા માટે, તાપમાન 23-26 ડિગ્રી વચ્ચે રાખો.
  • એસી રૂમમાં વધુ પડતી ગરમી ઉત્પન્ન કરતા ઉપકરણો ન રાખો.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM

Recent Posts

18 મે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ, આજે બધા સ્મારકો અને મ્યુઝિયમમાં મફત પ્રવેશ

આયુષ્માન યોજનામાં કેશલેસ સારવાર અંગે મોટું અપડેટ, હવે આ ઉંમર સુધીના બાળકોને જ મળશે માતાપિતાના કાર્ડ પર સારવાર

Google Map : ગુગલ મેપમાં દેખાતી કલરફુલ લાઇનનો મતલબ શું હોય છે. 99% લોકો હોય છે અજાણ

ભારતીય સેનામાં બમ્પર ભરતી: કોઈ પરીક્ષા આપ્યા વગર ઇન્ટરવ્યૂથી થશે પસંદગી, 50 હજારથી વધુ પગાર, આ રીતે કરો અરજી

વિમાનમાં કે એરપોર્ટ પર આ શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો, નહીંતર થશે કાનૂની કાર્યવાહી

Amazonએ કરોડો લોકોને આપ્યો મોટો ઝટકો, પૈસા ચૂકવ્યા પછી પણ પ્રાઇમ યુઝર્સને નહીં મળે આ સુવિધા

ભારત-પાકિસ્તાન સિઝફાયર કરાર હવે તૂટશે તો ભારત કહેશે "માજી છટકેલ"...!

યુદ્ધવિરામ પછી પણ પાકિસ્તાન હુમલો કરે તો શું થશે? ભારત ક્યાં કરી શકે છે ફરિયાદ?

શું ATM 2-3 દિવસ બંધ રહેશે? જાણો વોટ્સએપ પર વાયરલ થયેલા ફેક મેસેજની સચ્ચાઇ

પેટ્રોલ, ડીઝલ અને ગેસ નહીં મળે એવી અફવા પર ઇન્ડિયન ઓઇલે કરી સ્પષ્ટતા, કહ્યું-'અમારી પાસે પુષ્કળ સ્ટોક છે'