લોડ થઈ રહ્યું છે...

ICICI બેંકના ગ્રાહકોને ઝડકો, FDની સાથે સાથે બચત ખાતા પર પણ ઘટાડ્યો વ્યાજ દર

image
X
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને HDFC બેંક જેવી મોટી બેંકો પછી હવે ICICI બેંકે પણ તેના ગ્રાહકોને ઝડકો આપ્યો છે. હા, RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા પછી ICICI બેંકે પણ FD વ્યાજ દરમાં 25 થી 50 બેસિસ પોઈન્ટ (0.25-0.50 ટકા) ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ખાનગી બેંકે બચત ખાતા તેમજ એફડી પરના વ્યાજમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. ICICI બેંકના નવા વ્યાજ દરો પણ આજથી એટલે કે 17 એપ્રિલથી લાગુ થઈ ગયા છે.

ICICI બેંકે FD વ્યાજ દરમાં 0.50% સુધીનો કર્યો ઘટાડો
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક - SBI અને સૌથી મોટી ખાનગી બેંક - HDFC એ તાજેતરમાં થાપણ વ્યાજ દરમાં ઘટાડો લાગુ કર્યો છે. ICICI બેંકે પસંદગીની મુદતની FD યોજનાઓ પરના દરોમાં 25 થી 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ તાજેતરના ઘટાડા પછી આ ખાનગી બેંક હવે તેના સામાન્ય ગ્રાહકોને FD પર 3% થી 7.05% સુધીનું વ્યાજ આપી રહી છે અને વરિષ્ઠ નાગરિકોને હવે FD પર 3.5% થી 7.55% સુધીનું વ્યાજ મળશે. અગાઉ, ICICI બેંકની 15 મહિનાથી 2 વર્ષ સુધીની FD યોજના સામાન્ય ગ્રાહકોને 7.25% અને વરિષ્ઠ નાગરિકોને 7.85% મહત્તમ વ્યાજ આપતી હતી.

હવે 30 થી 45 દિવસની મુદતવાળી FD પર 3.00% મળશે વ્યાજ 
ICICI બેંકે 30 થી 45 દિવસની મુદત ધરાવતી FD યોજના પર મહત્તમ 50 બેસિસ પોઈન્ટ એટલે કે 0.50 ટકાનો ઘટાડો કર્યો છે. બેંકે હવે આ સમયગાળા માટે વ્યાજ દર 3.50 ટકાથી ઘટાડીને 3.00 ટકા કર્યો છે. વધુમાં, 61 થી 90 દિવસના સમયગાળા માટે વ્યાજ દર 25 બેસિસ પોઈન્ટ ઘટાડીને 4.5% થી 4.25% કરવામાં આવ્યો છે. 18 મહિનાથી 2 વર્ષ સુધીની મુદત ધરાવતી FD માટે, વ્યાજ દર 20 બેસિસ પોઈન્ટ ઘટાડીને 7.25% થી 7.05% કરવામાં આવ્યો છે.

Recent Posts

Aadhaar Cardમાં તમે કેટલી વાર બદલી શકો છો તમારું નામ..?  90% લોકોને નથી ખબર સાચો જવાબ, જાણો

ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની કરી મોટી જાહેરાત, અમેરિકાએ વિવિધ ઉત્પાદનો પરની ડ્યુટી ટેક્સ ઘટાડ્યો, વાંચો યાદીમાં શું છે શામેલ?

World Diabetes Day: ડાયાબિટીસનું જોખમ વધારતી 7 સામાન્ય આદતો, આજે જ કરો બદલાવ

દેશમાં 6 કરોડ મૃતકોના આધાર કાર્ડ એક્ટિવ, સુરક્ષા અને અર્થતંત્ર પર મોટો ખતરો!

China GJ-11 Drone: ચીને ઉડાડ્યું "રહસ્યમય ડ્રેગન" GJ-11..! વિશ્વ માટે ખુલ્લો પડકાર, ભારત માટે કેટલો ખતરો? જાણો

રાજસ્થાન અને ગુજરાતમાંથી વિલુપ્ત થતા રણના જહાજ અને તેના પરિણામો, જાણો સમગ્ર માહિતી

બિહારમાં નીતિશ કુમાર ફરી બનાવશે સરકાર કે તેજસ્વી યાદવના હાથમાં જશે સત્તા? આજે સાંજે આવશે Exit Polls

નોકરી છોડ્યા બાદ શું PF ખાતું બંધ થઈ જાય... કેટલા સમય સુધી વ્યાજ મળે? વાંચો સમગ્ર માહિતી

Aadhaar App : હવે નવી આવી આધાર એપ, ઘરેથી જ કરી શકશો આ મહત્ત્વપૂર્ણ કામ

Indian Railways: સાવધાન..! IRCTCએ કર્યો મોટો ફેરફાર, રલવે ટિકિટ બુક કરાવવા માટે હવે આ કામ કરવું જરૂરી