"લગ્ન માટે કહીશ તો મારી નાખીશ..."યુવકે મહિલા સાથે બાંધ્યો શારિરીક સંબંધ, દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ, જાણો મામલો
ભાવેશસિંહ રાજપૂત, અમદાવાદ
અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પ્રેમી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પતિ સાથે મનમેળ ન રહેતા મહિલા માતાના ઘરે રહેતી હતી જે દરમિયાન યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો અને યુવકે લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. સાથે જ અલગ-અલગ બહાના બતાવી મહિલા પાસેથી 4.50 લાખ રૂપિયા પણ મેળવ્યા હતા. જે બાદ મહિલાએ લગ્નની વાત કરતા આરોપીએ તેને ધમકી આપી હતી.
કૃષ્ણનગરમાં 45 વર્ષીય મહિલા માતા સાથે રહે છે. પતિ સાથે મનમેળ ન હોવાથી છુટાછેડા લીધા હતા. ચાર વર્ષ પહેલા તે કેરટેકર તરીકે કુબેરનગરમાં નોકરી કરતી હતી. ત્યાં ચાની કીટલી પર વાલજી ચારણ અવારનવાર આવતો-જતો હોવાથી મહિલાને તેની સાથે પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બાદમાં વાલજીએ લગ્નની લાલચ આપીને મહિલા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતુ.
યુવકે પ્રેમીકા પાસેથી પડાવ્યા પૈસા
આટલું જ નહિ લોડિંગ રિક્ષાના રિપેરીંગ કામ માટે થઇને ટુકડે-ટુકડે કુલ રૂ. 4.50 લાખ પ્રેમિકા પાસેથી પડાવી લીધા હતા. જેથી પ્રેમિકાએ લગ્ન માટે કહેતા બહાના બતાવતો હતો. ત્યારે રૂપિયા પરત માંગતા કમાઇને આપીશ તેમ જણાવતો હતો. પરંતુ ઘણો સમય થયો હોવા છતા લગ્ન કરતો ન હતો. બાદમાં પ્રેમીએ પ્રેમિકાને હવે તુ લગ્ન માટે કહીશ તો મારી નાખીશ અને ટુકડા કરી ફેંકી દઇશ લાશ પણ કોઇને નહિ મળે તેવી ધમકી આપી હતી. આ અંગે પ્રેમિકાએ પ્રેમિ વાલજી સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats