સવારે અથવા સાંજે વોક પર જાવ છો તો આવી રીતે ચાલવાનું શરુ કરો, થશે અનેક ચમત્કારી લાભો
સામાન્ય રીતે લોકો ફિટ રહેવા માટે ઘણા બધા પ્રકારની તરકીબો અપનાવતા હોય છે. અલગ અલગ કસરતો અને વ્યાયામ કરતા હોય છે. તેમાનું એક છે ચાલવું .
સામાન્ય રીતે લોકો પોતાનો વજન ઘટાડવા અથવા ફિટ રહેવા ઝડપથી ચાલવુ સૌથી બેસ્ટ માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે સીધા ચાલવા કરતાં પાછળની તરફ ચાલવું શરીર માટે વધુ ફાયદાકારક હોઈ શકે છે. તો જાણીએ આ અહેવાલ માં કેવી રેતે ચાલવું જોઈએ.
લોકો માટે ઊંધું ચાલવુ વધુ ફાયદાકારક છે, શરીરને 6 અમૂલ્ય ફાયદા મળે છે . તે ફક્ત તમારા સ્નાયુઓને મજબૂત બનાવતું નથી પણ તમારા મનને પણ તેજ બનાવે છે. સંશોધન દર્શાવે છે કે ઊંધું ચાલવાથી સંતુલન, ધ્યાન અને તંદુરસ્તી સુધરે છે.
ઊંધું ચાલવાના ફાયદાઓ
1: પાછળની તરફ ચાલવાથી તમારા મગજને નવા પડકારો મળે છે. તે મગજ-સંકલન અને સંતુલન સુધારે છે. સંશોધન દર્શાવે છે કે પાછળની તરફ ચાલવાથી યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ સુધારો થાય છે.
2: જે લોકો ઘૂંટણના દુખાવા કે સંધિવા જેવી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, તેમના માટે પાછળની તરફ ચાલવું કોઈ વરદાનથી ઓછું નથી હોતું તે ઘૂંટણ પરનું દબાણ ઘટાડે છે અને સાંધાને મજબૂત બનાવે છે. સ્નાયુઓ મજબૂત બને છે. શરીર માટે વધુ ફાયદાકારક બની શકે છે.
3: પાછળની તરફ ચાલવાથી તે સ્નાયુઓ પર કામ કરે છે જે સીધા ચાલતી વખતે ઓછા સક્રિય હોય છે. ખાસ કરીને જાંઘ, ઘૂંટણના સ્નાયુઓ મજબૂત બને છે. તે પગની મજબૂતાઈ વધારવામાં અને ઈજાઓનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.
4: ઊંધું ચાલવાથી કમર અને કરોડરજ્જુ પરનો ભાર ઓછો થાય છે. તે શરીરની સ્થિતિ સુધારે છે અને પીઠના દુખાવામાં પણ રાહત આપવામાં મદદરૂપ સાબિત થાય છે. શરીરની મજબૂતાઈમાં પણ વધારો થાય છે.
5: પાછળની તરફ ચાલવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને હૃદયના સ્નાયુઓ મજબૂત બની શકે છે તે હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે
6: .સીધા ચાલવા કરતાં પાછળની તરફ ચાલવામાં વધુ ઊર્જા વપરાય છે. આનાથી વધુ કેલરી બર્ન થતી હોય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. શરીરની સ્ફૂતિમાં પણ વધારો થાય છે.
Disclaimer:
લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.