RTE મુદ્દે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, આવક મર્યાદા વધારીને કરાઈ રૂ.6 લાખ
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ મામલે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ગુજરાત સરકારે RTE એડમિશન માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી બંને વિસ્તારમાં આવક મર્યાદા વધારી અને 6 લાખ કરવામાં આવી છે. હવે 6 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનાર વાલીઓ પોતાના સંતાનની અરજી કરી શકશે.
એક તરફ RTI હેઠળ એડમિશનની પ્રક્રિયા શરૂ છે. ત્યારે હવે રાજ્ય સરકારે આવકમર્યાદા વધારવાના નિર્ણયની સાથે ઓનલાઈન અરજી કરવાની મુદતમાં પણ વધારો કર્યો છે. વાલીઓ હવે 15 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
અગાઉ હતી આટલી મર્યાદા
RTE એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારમાં રૂ. 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખની આવક મર્યાદા હતી. જેને હવે રાજ્ય સરકારે વધારો કર્યો છે. 6 લાખની આવક મર્યાદા કરવામાં આવતા રાજ્યના અનેક બાળકોને આ યોજનાનો લાભ મળી શકશે. આ વર્ષે જ વાલીઓ આ યોજનાનો લાભ લઈ શકે તે માટે સરકારે ઓનલાઈન અરજી કરવાની મુદત વધારીને 15 એપ્રિલ કરી આપી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats