માંડવીયાનું ઘટ્યું કદ ? પાટીલને સોંપાઈ આ જવાબદારી... જાણો ગુજરાતના સાંસદોને મળ્યા કયા મંત્રાલયો

ગુજરાત રાજ્યના સાંસદો પાસે મહત્વના મંત્રાલયો રહ્યા છે. ફરીથી ગૃહમંત્રાલય અમિત શાહને સોંપવામાં આવ્યું છે. બીજી તરફ મનસુખ માંડવીયા પાસેથી આરોગ્ય મંત્રાલય છીનવી લેવામાં આવ્યું છે અને તેને શ્રમ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. એસ જયશંકરને ફરીથી વિદેશ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. જ્યારે પાટીલને જલ શક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે.

image
X
 મોદી સરકાર 3.0 ના શપથ લીધા પછી, હવે પોર્ટફોલિયોનું વિભાજન કરવામાં આવ્યું છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં અનેક મંત્રીઓના ખાતાઓનું પુનરાવર્તન થયું છે.   મોદી 3.0 કેબિનેટમાં સામેલ કુલ કેબિનેટ મંત્રીઓમાંથી 25 ભાજપના છે અને 5 મંત્રી પદ સહયોગી પાર્ટીઓને આપવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાંથી 6 સાંસદોને મંત્રી મંડળમાં સ્થાન આપવમાં આવ્યું છે. જેમાંથી 5 કેબિનેટ અને એકને રાજ્ય મંત્રીનો પદભાર સોંપવામાં આવ્યો છે. 

મોદી સરકારના ખાતાનું વિતરણ સોમવારે સાંજે સાડા છ વાગ્યે કરવામાં આવ્યું. અમિત શાહને ફરીથી ગૃહમંત્રી, રાજનાથ સિંહને સંરક્ષણ મંત્રી, નીતિન ગડકરીને માર્ગ અને પરિવહન મંત્રી બનાવવામાં આવ્યા છે. એસ જયશંકર વિદેશ મંત્રાલયમાં જ રહેશે.

ગુજરાત રાજ્યના સાંસદો પાસે મહત્વના મંત્રાલયો રહ્યા છે. ફરીથી ગૃહમંત્રાલય અમિત શાહને સોંપવામાં આવ્યું છે. બીજી તરફ મનસુખ માંડવીયા પાસેથી આરોગ્ય મંત્રાલય છીનવી લેવામાં આવ્યું છે અને તેને  શ્રમ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. એસ જયશંકરને ફરીથી વિદેશ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. જ્યારે પાટીલને જલ શક્તિ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. 

જાણો ગુજરાતમાં કોને કયો વિભાગ સોંપાયો 
 અમિત શાહ- ગૃહ મંત્રાલય
એસ જયશંકર-વિદેશ મંત્રાલય, રમતગમત મંત્રાલય 
જે. પી. નડા- આરોગ્ય મંત્રાલય 
સી. આર પાટીલ- જલ શક્તિ મંત્રાલય
મનસુખ માંડવીયા-શ્રમ મંત્રાલય
નિમુબેન બાંભણીયા-ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્યકક્ષાના
 

Recent Posts

સેન્સેક્સ 82,000 નીસપાટી પાર કરશે? અર્થતંત્ર અને બજાર પર મૂડીઝનો જાણો શું છે અંદાજો

ડીપફેક વીડિયો બનાવનાર હવે ફસાશે... મોદી સરકાર લાવશે ડિજિટલ ઈન્ડિયા બિલ!

T20 World Cup 2024: ભારત-કેનેડા મેચ રદ્દ, ફ્લોરિડામાં વરસાદે મારી બાજી

મણિપુર સચિવાલય પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ, CM આવાસ છે બાજુમાં

ઉપાધ્યક્ષનું પદ નહીં મળે તો વિપક્ષ કરશે આ કામ.. જાણો શું છે તૈયારી

'વંદે ભારત સ્લીપર' ટ્રેનને લઈ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, જાણો શું કહ્યું

ચૂંટણી પૂર્ણ થતા જ પેટ્રોલ અને ડીઝલ થયું મોંઘું, આ રાજ્યમાં સરકારે કર્યો ભાવ વધારો

EXCLUSIVE | DEBATE | ચર્ચા છડેચોક - NEETને કરો NEAT | TV13 GUJARATI LIVE

માણાવદરના ધારાસભ્યએ અધિકારીઓના લીધા બરાબરના ક્લાસ, આપી આંદોલનની ચીમકી... જાણો શું છે મામલો

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ, ત્રણ કારમાં આવ્યા 20 લોકો