PSI અને લોકરક્ષક ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે મહત્વના સમાચાર, આ રીતે લેવાશે પરીક્ષા

પોલીસ ભરતી બોર્ડ ધ્વારા ભરતી અંગેની તમામ સુચનાઓ (જાહેરાત) અને ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

image
X
પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.   પીએસઆઇ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષાને લઈ હસમુખ પટેલે મહત્વની માહિતી જાહેર કરી છે.  હસમુખ પટેલે ટ્વીટ કરી જણાવ્યું છે કે, આ પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે. 

ગુજરાત પોલીસ દળમાં પો.સ.ઇ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ.) અને જેલ સિપોઇ વર્ગ-૩ સંવર્ગની કુલ 12472 ખાલી જગ્યાઓની સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ  શરૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ લોકરક્ષકની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવાશે. પીએસઆઇ ભરતીની પરીક્ષા અંગ્રેજી વિષય સિવાય ગુજરાતી માધ્યમમાં લેવાશે.

આ તારીખ સુધી કરી સકાશે અરજી 
આ તમામ સંવર્ગની સબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ તા.04/04/2024 (બપોરના 15:૦૦ કલાક)થી તા.30/04/2024 (રાત્રિના 23:59 કલાક સુધી)  કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરી સકશે. 

Recent Posts

Vadodara : પોલીસે ફિલ્મી સ્ટોરીને પણ ઝાંખી પાડતી મર્ડર મિસ્ટ્રીને ઉકેલી

Loksabha Election 2024 : શકિતસિંહ ગોહિલના નિવેદન બાદ ભાજપના પ્રવક્તાએ આપ્યું નિવેદન

Loksabha Election 2024: કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર, મનોજ તિવારી સામે કન્હૈયા કુમાર લડશે ચૂંટણી

Ahmedabad : આગાહી વચ્ચે રાજ્યમાં વાતવરણમાં પલટો જોવા મળ્યો

Rajkot : રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા આજે અસ્મિતા મહાસંમેલનનુ આયોજન

Loksabha Election 2024: વલસાડ બેઠક પર જામશે ખરાખરીનો જંગ, જાણો આ બેઠકનું રાજકીય સમીકરણ

ચાર દિવસ સુધી અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના VIP દર્શન નહીં થાય, તમામ ઓનલાઈન અને ઓફલાઈન પાસ રદ્દ

ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં ફસાયો કેવિન પીટરસન ! આ રીતે પહોંચ્યો મુંબઈ

આજનું રાશિફળ/ 15 એપ્રિલ 2024: આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય

IPL 2024/ MI vs CSK : હાર્દિક પંડ્યાએ જીત્યો ટોસ... CSK કરશે પ્રથમ બેટિંગ