લોડ થઈ રહ્યું છે...

ટેસ્ટ ક્રિકેટનો સૌથી મોટો અપસેટ, બાંગ્લાદેશે બીજી ટેસ્ટમાં પણ પાકિસ્તાનને હરાવ્યું

બાંગ્લાદેશે ઘરઆંગણે બીજી ટેસ્ટમાં પણ પાકિસ્તાનને હરાવ્યું હતું. આ રીતે બાંગ્લાદેશે બાબરની ટીમનો સફાયો કરી નાખ્યો. બાંગ્લાદેશે પાકિસ્તાન સામે પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતી છે.

image
X
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રાવલપિંડીમાં નઝમુલ હુસૈન શાંતોની કપ્તાની હેઠળ ઇતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશે બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. આ સાથે બાંગ્લાદેશે બે મેચની ટેસ્ટ સીરિઝ પણ 2-0થી જીતી લીધી છે. બાંગ્લાદેશે પ્રથમ વખત પાકિસ્તાન સામે ટેસ્ટ સીરિઝ જીતી છે. બાંગ્લાદેશની આ ઐતિહાસિક જીતમાં મહેંદી હસન મેરાજ, લિટન દાસ, હસન મહેમૂદ અને નાહિદ રાણાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

ટેસ્ટ શ્રેણીમાં હારથી બચવા માટે પાકિસ્તાને બીજી ટેસ્ટ મેચ કોઈપણ ભોગે જીતવી જોઈતી હતી, પરંતુ શાન મસૂદની ટીમ તેમ કરી શકી ન હતી. બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. આ પછી બીજા દિવસે પાકિસ્તાની બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા અને ટીમ પ્રથમ દાવમાં 274 રન જ બનાવી શકી હતી. 

આ પછી પ્રથમ દાવમાં બાંગ્લાદેશની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 26ના સ્કોર પર માત્ર 6 વિકેટ પડી હતી, પરંતુ ટીમે જબરદસ્ત લડત આપી હતી. લિટન દાસે 138 રન બનાવ્યા હતા અને બોલિંગમાં 5 વિકેટ લેનાર મહેંદી હસન મેરાજે 78 રનની ઇનિંગ રમીને અજાયબી કરી હતી. બાંગ્લાદેશે 26/6થી સ્કોર 262 સુધી પહોંચાડ્યો હતો. 

ત્યારબાદ બીજી ઇનિંગમાં પણ પાકિસ્તાનના બેટ્સમેનો કઈ ખાસ કરી ન શક્યા. અબ્દુલ્લા શફીક, બાબર આઝમ, શાન મસૂદ અને સઉદ શકીલ તમામ ફ્લોપ રહ્યા હતા અને આખી ટીમ માત્ર 172 રનમાં આઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવમાં 12 રનની લીડના આધારે પાકિસ્તાને બાંગ્લાદેશને 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 

ચોથા દિવસે ઝાકિર હસન અને શાદમાન ઈસ્લામે બાંગ્લાદેશને તોફાની શરૂઆત અપાવી હતી, પરંતુ વરસાદ અને ખરાબ હવામાન બાંગ્લાદેશની જીતમાં અડચણરૂપ બન્યા હતા. હવે પાંચમા દિવસે ઈતિહાસ રચવા માટે બાંગ્લાદેશને વધુ 143 રન બનાવવાના હતા. પિચ બોલરો માટે મદદરૂપ બની હતી, પરંતુ બાંગ્લાદેશે જોરદાર જુસ્સો બતાવ્યો અને લક્ષ્યનો પીછો માત્ર ચાર વિકેટ ગુમાવીને કરી લીધો.  બાંગ્લાદેશ તરફથી બીજી ઇનિંગમાં ઝાકિર હસને 40, શાદમાન ઇસ્લામે 24, કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ 38 અને મોમિનુલ હકે 34 રન બનાવ્યા હતા. અંતે શાકિબ અલ હસન 21 રન અને મુશફિકુર રહીમ 22 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. 

Recent Posts

મહેસાણા: માતાએ ધોરણ-3માં ભણતી દીકરી સાથે નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી

RCB vs PBKS: નેહલ વાઢેરાની બેટિંગ સાથે પંજાબ કિંગ્સે RCBને પાંચ વિકેટથી હરાવ્યું

અમિત શાહનો દ્રઢ સંકલ્પ: "2026 સુધીમાં નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાંખશું"

Rajkot Padminiba Controversy: ક્ષત્રિય આંદોલનનાં મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા અને તેમના પુત્ર સહિત 5 સામે હનીટ્રેપની ફરિયાદ, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં વ્યવસાય વેરો યથાવત, નાબૂદીની વાતો બસ માત્ર અફવા! સરકારના સત્તાવાર વર્તુળોએ કરી સ્પષ્ટતા

Vadodara: વડોદરાના સાવલીમાં દુષ્કર્મના આરોપીને પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

Top News| હાઈકોર્ટના મમતા સરકારને નિર્દેશ | tv13 gujarati

Ahmedabad: અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે પોસ્ટર વોર, હદના વિવાદે પકડ્યું જોર!

ગુજરાતમાં કોંગ્રેસ-આપ ગઢબંધન તૂટ્યા બાદ ઈસુદાન ગઢવીએ કહ્યું-"ભાજપને કોઈ હરાવી શકે તો તે AAP છે"

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીના પ્રકોપથી લોકોના સ્વાસ્થ પર અસર, 17 દિવસમાં 1,235 ઇમરજન્સી કેસ નોંધાયા