પૂર્વમાં પીઆઈની બદલી થતાં પોલીસનું ભરણ ડબલ કરાયું તો એક પોલીસ સ્ટેશન બહારનો ગલ્લો બન્યો વહીવટી કેન્દ્ર
હાલમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જે પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી હતી, તેમાં અમદાવાદના મલાઈદાર પોલીસ સ્ટેશનમાં એક પીઆઈની બદલી થઈ હતી. જે પીઆઈની બદલી થતાની સાથે તેઓએ દિવાળીના તહેવારને ધ્યાને રાખીને પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ ચલાવતા ગુનેગારો પાસે હવેથી બે ગણું ભરણ ઉઘરાવવાનું શરૂ કર્યું છે તેવી ચર્ચા ચાલી રહી છે.
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/ શહેર પોલીસ બેડામાં ચાલતી ચર્ચાઓ અને જાણી અજાણી વાતો સાથે tv13 ગુજરાતી દર સપ્તાહે છાનેખૂણે થકી આવી વાતો આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. તેવામાં આ વખતે ચાલતી પોલીસ બેડામાં ચાલતી ચર્ચાઓ મુજબ હાલમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જે પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી હતી, તેમાં અમદાવાદના મલાઈદાર પોલીસ સ્ટેશનમાં એક પીઆઈની બદલી થઈ હતી. જે પીઆઈની બદલી થતાની સાથે તેઓએ દિવાળીના તહેવારને ધ્યાને રાખીને પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડાઓ ચલાવતા ગુનેગારો પાસે હવેથી બે ગણું ભરણ ઉઘરાવવાનું શરૂ કર્યું છે તેવી ચર્ચા ચાલી રહી છે.
ડબલ ભરણ અથવા તો ધંધો બંધ કરવાની સ્થિતિ
તેવામાં જે ગુનેગારો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હોય તેઓ માટે કાતો ડબલ રકમ પોલીસને ચૂકવે અથવા ધંધો બંધ કરીને વિસ્તાર બદલી નાખે એવી રજૂઆત સ્થિતિ ઊભી થઈ છે. જોકે અમુક ગુનેગારો ઉપરી અધિકારી સુધી પહોંચ ધરાવતા હોય તેઓએ જે તે અધિકારીઓને ભલામણ કરવાનું તેમજ અગાઉ જે રીતનું ભરણ પોલીસને જતું હતું તેટલું જ ભરણ ચાલુ રાખવામાં આવે તેવા ભલામણ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.
પાનનો ગલ્લો બન્યો વહીવટી કેન્દ્ર
શહેરના પૂર્વમાં આવેલા અન્ય એક પોલીસ સ્ટેશનને પણ હાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. કારણ કે આ પોલીસ સ્ટેશનની બહાર આવેલો પાનનો ગલ્લો વહીવટનું કેન્દ્ર બન્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે પોલીસ સ્ટેશનમાં આવતા અરજદારો તેમજ ફરિયાદી અને ગુનેગારોના પરિચિત લોકોને ત્યાંના પીઆઈના માનીતા વ્યક્તિ દ્વારા ગલ્લા પર મળવા બોલાવી લેવડ દેવડની કામગીરી કરવામાં આવે છે. સ્વભાવે શરમાળ અને પૈસાનો સૂર રેલાવતા આ ઇન્દ્ર પોતાનો ચહેરો અને ઓળખ છુપાવીને પોતે પડદા પાછળ રહી ગલ્લા ચલાવનાર વ્યક્તિ થકી જ સમગ્ર પોલીસ સ્ટેશનનો વહીવટ કરતા હોય તેવી ચર્ચા છે.
નવરાત્રિના પાસની ભલામણથી કંટાળીએ ફોન કર્યો બંધ
નવરાત્રી દરમિયાન શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પાર્ટી પ્લોટ અને કલબોમાં ગરબા યોજાયા હતા. તેવામાં અમદાવાદના પશ્ચિમમાં આવેલા એક પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા વૈભવી ગરબા માટે પાસ મેળવવા માટે અનેક આઇપીએસ અધિકારીઓ અને સ્થાનિક નેતાઓએ પોલીસ સ્ટેશનના પીઆઈને ભલામણો કરી હતી. જોકે ભલામણો એટલી બધી વધી ગઈ કે કંટાળીને પીઆઈએ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો અને પોલીસ સ્ટેશનમાંથી રવાના થઈ ગયા હતા.