સૌરાષ્ટ્રના મીની શનિ શિંગણાપુર તરીકે જાણીતા ગામમાં નથી કોઈના ઘરે દરવાજા, જાણો શું છે રહસ્ય

આખા ગામમાં એક પણ ઘરમાં મુખ્ય દરવાજો નથી તેમ છતાં આ ગામમાં ક્યારે પણ ચોરી નથી થઈ. આ ગામને સૌરાષ્ટ્રનું મીની શનિ શિંગણાપુર કહેવામાં આવે છે.

image
X
મહારાષ્ટ્રમાં શનિ શીંગણાપુર ગામનું ઘણું મહત્ત્વ છે. કહેવાય છે કે, અહીં કોઈના ઘરે દરવાજા નથી. કારણ કે અહીં ચોર ચોરી કરી શકતા નથી. સૌરાષ્ટ્રમાં પણ આવું જ એક ગામ આવેલું છે. જે મીની શનિ શીંગણાપુર તરીકે ઓળખાય છે. રાજકોટથી 23 કિલોમીટર દૂર સાતડા ગામ આવેલું છે. જ્યાં ભૈરવાદાદાનું મંદિર આવેલુ છે. આ ગામના ઘરોમાં પણ એકેય દરવાજો નથી. જેથી ઘરમાં તાળા મારવાની પણ નોબત આવતી નથી. ગામમાં વસતા ભૈરવાદાદા ગામની રક્ષા કરે છે. તેથી આ ગામ સૌરાષ્ટ્રના મીની શનિ શીંગણાપુર તરીકે ઓળખાય છે.

અંદાજે બે હજારની વસતી ધરાવતું સાતડા ગામ કે જેમાં નાના મકાનથી લઈને મોટા બંગલા છે, છતાં આ ઘરમાં મુખ્ય દરવાજો એટલે કે ડેલી, જાપો જોવા મળતો નથી ત્યાના સ્થાનિકોના કહેવા પ્રમાણે તેમના વડવાઓ કહેતા હતા કે આજદિન સુધી ગામમાં ક્યારે પણ ચોરીની ઘટના બની નથી. ઘરમાં કિમતી સામાન હોય તો પણ ચિંતા કર્યા વિના ઘરના લોકો ઘરની બહાર જતા હોય છે. ખેતરમાં પણ કપાસ હોય કે મગફળી હોય તેને ખેતરમાં ખુલ્લી જ રાખવામાં આવે છે, તેમ છતાં ક્યારે ચોરીની ઘટના બની નથી.

ગામમાં ચોરી કરવા આવેલા ચોર બની ગયા હતા પાળિયા
સાતડા ગામના રહેવાસીઓની માન્યતા છે કે, આ ગામમાં ભૈરવદાદાનો વાસ છે. એટલે આ ગામમાં કોઈ પણ વ્યક્તિ ચોરી કરી શકતી નથી. ગામમાં કોઈ ચોર આવી શકતો જ નથી. જો ચોર આવી પણ જાય તો તે આંધળો થઈ જાય છે. તેથી તેઓનું ગામ મીની શનિ શીંગણાપુર તરીકે ઓળખાય છે. વર્ષો પહેલા ગામમાં 4 ચોર ચોરી કરવા માટે આવ્યા હતા. જેઓ પાળિયા બની ગયા હતા. આ પાળિયા આજે પણ હયાત છે.

જે ઘરમાં દરવાજો નખાવે તે ઘરે ચોરી થાય
તેઓ માને છે કે ગામ પર ભૈરવદાદાના આશીર્વાદ છે, તેથી ચોરી કરીને ચોર તેઓના ગામમાં આવે તો પણ તે પકડાઈ જાય છે. બીજા ગામોમાં ચોરીઓ થાય છે પણ તેમના ગામમાં કયારેય ચોરીનો બનાવ બન્યો નથી. બધાના ઘર ખુલ્લા જ હોય છે. જે દરવાજો નખાવે તેના ઘરમાં ચોરી થાય છે. તેઓના મત મુજબ તેઓના દાદાનો ગામમાં વાસ છે. એટલે તેમના બાપદાદા વખતથી કોઈએ ઘરમાં દરવાજા નખાવ્યા નથી. અહીં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ભૈરવદાદાના દર્શન કરવા આવે છે. હવે તો વિદેશથી પણ અનેક શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા આવવા લાગ્યા છે.

Recent Posts

નંબર સેવ કર્યા વગર પણ તમે WhatsApp પર કરી શકો છો કોલ, જાણો વિગત

હિન્દુ પંચાંગનો પહેલો મહિનો ચૈત્ર આજથી શરૂ, જાણો તેનું મહત્વ

વૈભવી જીવન જીવવા માટે 22 વર્ષની છોકરીએ વર્જિનીટી 18 કરોડ રૂપિયામાં વેચી, આ રીતે કરી હરાજી

અંક જ્યોતિષ/15 માર્ચ 2025 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આ વીડિયો વગર હોળી અધૂરી, તેને જોયા પછી નહીં રોકી શકો તમે હસવું, અહીં જુઓ વીડિયો

અંક જ્યોતિષ/14 માર્ચ 2025 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

101 વર્ષ પછી હોળી પર ચંદ્રગ્રહણનો ખાસ સંયોગ, જાણો સૂતક કાળનો સમય

OMG : હોળી પર યુપીના આ શહેરમાં વેચાઈ રહ્યાં છે ગોલ્ડન ઘૂઘરા, ભાવ 50 હજાર રૂપિયા પ્રતિ કિલો

આજે હોલિકા દહન, જાણો શુભ મુહૂર્ત, પૂજા પદ્ધતિ અને ઉપાયો

અંક જ્યોતિષ/13 માર્ચ 2025 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?