PM મોદીએ કર્યું ‘સેમિકોન ઇન્ડિયા 2023’નું ઉદ્ઘાટન - યુવાનોને પ્રદર્શનીની મુલાકાત લેવા કરી અપીલ
PM મોદી ગઇકાલથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. ગઇકાલે રાજકોટ ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન બાદ રાજકોટ ખાતે અન્ય વિકાસ કામોના લોકાર્પણ કર્યા પછી રેસકોર્ષ ખાતે જન સભાને સંબોધી હતી. આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાને ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સેમિકોન ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત
PM મોદી ગઇકાલથી 2 દિવસના
ગુજરાતના પ્રવાસે છે. ગઇકાલે રાજકોટ ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન બાદ રાજકોટ
ખાતે અન્ય વિકાસ કામોના લોકાર્પણ કર્યા પછી રેસકોર્ષ ખાતે જન સભાને સંબોધી હતી.
આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાને ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ
કાર્યક્રમમાં સેમિકન્ડક્ટર્સને લગતી અત્યાધુનિક ટેક્નોલોજી વિષે છ દિવસનું
પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા
જાહેર જનતા માટે બે દિવસ પૂર્વે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, 2014 પહેલાં ભારતમાં મોબાઇલ મેન્યુફેક્ચરિંગના ફક્ત 2 યુનિટ હતા જ્યારે આજે 200થી વધારે મોબાઇલ મેન્યુફેક્ચરિંગ યુનિટ થઇ ગયા છે. ભારતમાં ઇલેક્ટ્રોનિક પ્રોડક્શન 100 મિલિયનથી પણ વધારે થઇ ગયું છે. છેલ્લા 2 વર્ષમાં ઇલેક્ટ્રોનિક નિકાસ ડબલ થઇ ગયો છે. PMએ ખાસ યુવાનોને અપીલ કરતા કહ્યું કે, યુવાનોએ સેમિકોન ઇન્ડિયાના પ્રદર્શનીની મુલાકાત લેવી જોઇએ.
સેમીકન્ડક્ટર ક્ષેત્રે ભારતમાં રોકાણની તકો અંગે પ્રેઝેન્ટેશન યોજાશે
ભારતમાં સેમીકન્ડક્ટર ક્ષેત્રમાં રહેલી રોકાણની તકો અંગેનું પ્રેઝેન્ટેશન કરવામાં આવ્યું છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો દ્વારા પેનલ ચર્ચા પણ કરવામાં આવશે. આ એક રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ છે, જેમાં ભાગ લેવાથી સેમીકન્ડક્ટર ઉદ્યોગને નેટવર્કિંગ, ટેક્નોલોજી પ્રદર્શન અને વેપાર માટેની તકોનો લાભ મળશે. સેમિકોન ઇન્ડિયા ભારત અને ગુજરાતમાં સેમી કન્ડક્ટર ઉદ્યોગમાં નવીનીકરણ, સહભાગિતા અને વિકાસ માટે એક મહત્વની ઇવેન્ટ સાબિત થશે.
આ જાણીતી કંપનીઓ
સેમિકોન ઇન્ડિયામાં ભાગ લઇ રહી છે.
સેમિકોન ઇન્ડિયાના
ત્રણ દિવસના કાર્યક્રમમાં વિશ્વભરના સેમીકન્ડક્ટર ચિપ, ડિસ્પ્લે ફેબ, ચિપ ડિઝાઇન, એસેમ્બલિંગ ક્ષેત્રના અનુભવ ધરાવતા નિષ્ણાતો
ભારતમાં આ ક્ષેત્રમાં નવી તકોને લઇને પોતાનો અનુભવ અને મંતવ્યો રજૂ કર્યા છે. આ
કાર્યક્રમમાં ફોક્સકોન, માઇક્રોન,
એએમડી, આઇબીએમ, માર્વેલ, વેદાન્તા, એલએએમ રિસર્ચ, એનએક્સપી સેમી કન્ડક્ટર્સ, એસટી માઇક્રોઇલેક્ટ્રોનિક્સ, ગ્રાન્ટવુડ ટેક્નોલોજીસ, ઇન્ફીનિયોન ટેક્નોલોજીસ, અપ્લાઇડ મટિરિયલ્સ અને આ ક્ષેત્ર સાથે
સંકળાયેલી અન્ય જાણીતી કંપનીઓ ભાગ લઇ રહી છે.
સેમીકન્ડક્ટર
પોલિસી જાહેર કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય
સેમીકન્ડક્ટર
પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના
નેતૃત્વમાં રાજ્ય સરકારે સ્થાનિક સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને
સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સરકાર દ્વારા
સેમીકન્ડક્ટર પોલિસી (2022-2027) જાહેર કરવામાં
આવી છે. સેમીકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના કેન્દ્ર સરકારના
પ્રયાસોને વેગ આપવા સેમીકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
છે.
સેમીકન્ડક્ટર
મેન્યુફેક્ચરિંગ કંપની માઇક્રોન ટેક્નોલોજી સાથે ગુજરાત સરકારે ₹ 22,500 કરોડના ATMP પ્રોજેક્ટની સ્થાપના માટે એમઓયુ સાઇન
કર્યા ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની
અમેરિકાની મુલાકાત દરમિયાન, અમેરિકન પ્રમુખ
જો બાઇડેને માઇક્રોન ટેક્નોલોજી કંપની દ્વારા ભારતમાં સેમીકંડક્ટર એસેમ્બલી,
ટેસ્ટ, માર્કીંગ અને પેકેજિંગ (ATMP) ફેસેલિટી સ્થાપવાની જાહેરાત કરી હતી. આ રોકાણ
દ્વારા ATMP ફેસેલીટી શરૂ
કરવા ગુજરાતના સાણંદની પસંદગી કરવામાં આવી છે.