T20 World Cup 2024: ભારત-કેનેડા મેચ રદ્દ, ફ્લોરિડામાં વરસાદે મારી બાજી

ભારત વિ કેનેડા લાઈવ અપડેટ: લોડરહિલ, ફ્લોરિડામાં ભારત અને કેનેડાની મેચ રદ થઈ. મેદાન ભીનું હોવાને કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો. ટીમ ઈન્ડિયા ગ્રુપ Aમાં ટોપ પર રહી.

image
X
ફ્લોરિડામાં ભારત અને અમેરિકા વચ્ચેની મેચ વરસાદને કારણે ભીની હોવાને કારણે એક પણ બોલ ફેંક્યા વિના રદ જાહેર કરવામાં આવી છે. આ મેચમાં ટોસ પણ થઈ શક્યો ન હતો અને અમ્પાયરે બે વખત મેદાનનું નિરીક્ષણ કર્યા બાદ મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. મેચ પહેલા ફ્લોરિડામાં ઘણો વરસાદ પડ્યો હતો જેના કારણે મેદાન ભીનું થઈ ગયું હતું. ગ્રાઉન્ડસમેનોએ મેદાનને સૂકવવાનો ખૂબ પ્રયાસ કર્યો. 

ભારતીય ટીમ પહેલા જ ગ્રુપ Aમાંથી સુપર એઈટમાં પ્રવેશી ચૂકી છે અને આ મેચ રદ્દ થવાથી તેને કોઈ ફરક પડ્યો નથી. કેનેડા સામે ભારતીય ટીમને સુપર આઠ પહેલા તેની બેન્ચ સ્ટ્રેન્થ ચકાસવાની સારી તક મળી હતી.

ફ્લોરિડામાં ભારતીય ટીમનો શું છે રેકોર્ડ ?
ભારતીય ટીમે ફ્લોરિડામાં અત્યાર સુધીમાં કુલ 8 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આમાં ટીમ ઈન્ડિયાએ 5 મેચ જીતી છે, જ્યારે 2 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. તે જ સમયે, રોહિત શર્માનું બેટ અહીં ખૂબ ચાલ્યું છે. તેણે આ સ્ટેડિયમમાં બે અડધી સદી ફટકારી છે. આ સિવાય તેણે 153ના સ્ટ્રાઈક રેટ અને 49ની એવરેજથી 196 રન બનાવ્યા છે, જે આ સ્થળ પર કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા સૌથી વધુ છે.

વરસાદ બન્યો વિલન 
ભારત કેનેડાના પડકારનો સામનો કરી રહ્યું છે. T20 વર્લ્ડ કપની પિચ પર બંને ટીમો પહેલીવાર આમને-સામને થવા જઈ રહી હતી.  ફ્લોરિડામાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન ખરાબ છે ત્યાં સતત વરસાદ પડી રહ્યો છે. અહીંની છેલ્લી બે મેચ પણ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. અને હવે એ જ ડર ભારત-કેનેડા મેચમાં વરસાદ વિલન બન્યો છે. 

Recent Posts

છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં સૌથી વધુ 15 ઈંચ અને પોરબંદરમાં 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો

વડોદરામાં ફાયરબ્રિગેડનું ટેન્કર પલટ્યું, યુવતીનો આબાદ બચાવ, જુઓ વીડીયો

IAS પૂજા ખેડકરે ટ્રેનિંગમાંથી હટાવવામાં આવી; જાણો શું કાર્યવાહી થઈ

ઉપલેટા અને ધોરાજીમાં વરસાદે સર્જી તારાજી, સમગ્ર પંથક જળમગ્ન

શું ખરેખર પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી વધી રહી છે ? જુઓ શું કહે છે ડેટા

Microsoft Outage: સર્વર બંધ થતાં ઇન્ટરનેટ પર અફવાઓનું બજાર ગરમ, લોકોએ કહ્યું- આ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત છે

ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી; પરિસ્થિતિ સામે સરકાર સજ્જ

અનામતના વિરોધમાં બાંગ્લાદેશ સળગ્યું; ભારતે તેને પોતાનો આંતરિક મામલો ગણાવ્યો

યુપીમાં પોતાના જ પક્ષના વિવાદ વચ્ચે CM યોગી 27 જુલાઈએ પ્રધાનમંત્રીને મળી શકે છે

મહિલા એશિયાકપમાં ભારતની ધમાકેદાર શરૂઆત; પહેલી મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું