Ind vs Eng: ભારતે શાનદાર જીત નોંધાવી, ઈંગ્લેન્ડની ટીમ 100 રનની અંદર જ ઓલઆઉટ
પાંચમી T20 મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડની ટીમને 150 રનથી હરાવ્યું અને આ સાથે શ્રેણી 4-1થી જીતી લીધી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચમી T20 મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 247 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ માટે અભિષેક શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું અને તોફાની સદી ફટકારી હતી. તેણે 135 રનની ઇનિંગ રમી હતી અને તેના કારણે જ ભારતીય ટીમ મેચમાં મોટો સ્કોર નોંધાવવામાં સફળ રહી હતી. આ પછી ઈંગ્લેન્ડ તરફથી કોઈ બેટ્સમેન સતત બેટિંગ કરી શક્યો ન હતો અને આખી ટીમ 97 રનમાં સમેટાઈ ગઈ હતી.
ફિલ સોલ્ટ સિવાય ના ચાલ્યો કોઈ બેટ્સમેન
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લિશ ટીમની શરૂઆત બહુ સારી રહી ન હતી. ઇનિંગ્સની ત્રીજી ઓવરના પહેલા બોલ પર બેન ડકેટને મોહમ્મદ શમીએ પોતાનો શિકાર બનાવ્યો હતો. તે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. ફિલ સોલ્ટ સિવાય આ મેચમાં ઈંગ્લેન્ડનો કોઈ બેટ્સમેન ચાલ્યો ન હતો. સોલ્ટે માત્ર 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે 55 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો જ્યારે 9 બેટ્સમેન ડબલ ડીજિટને પણ સ્પર્શી શક્યા ન હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ ત્રણ જ્યારે વરુણ ચક્રવર્તી, શિવમ દુબે અને અભિષેક શર્માએ બે-બે વિકેટ ઝડપી હતી. આ સાથે જ રવિ બિશ્નોઈને પણ સફળતા મળી હતી.
અભિષેક શર્માએ મચાવી તબાહી
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી હતી. સંજુ સેમસને પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને પોતાની ટીમના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા. પરંતુ તે વિકેટ પર વધુ સમય વિતાવી શક્યો ન હતો અને 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી અભિષેક શર્મા અને તિલક વર્માએ મોરચો સંભાળ્યો હતો. બંને વચ્ચે બીજી વિકેટ માટે 43 બોલમાં 115 રનની ભાગીદારી થઈ હતી જેને બ્રાઈડન કાર્સે તોડી હતી. તેણે તિલકને પોતાનો શિકાર બનાવ્યો. તે 24 રન બનાવીને પરત ફર્યો હતો. આ મેચમાં ડાબોડી બેટ્સમેન અભિષેક શર્માએ વન મેન શો બતાવ્યો અને 54 બોલમાં 135 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી સાત ચોગ્ગા અને 13 છગ્ગા આવ્યા હતા. તેમના સિવાય સૂર્યકુમાર યાદવે બે રન, શિવમ દુબેએ 30 રન, હાર્દિક પંડ્યાએ 9 રન, રિંકુ સિંહે 9 રન, અક્ષર પટેલે 15 રન બનાવ્યા હતા. રવિ બિશ્નોઈ અને મોહમ્મદ શમી* ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ઈંગ્લેન્ડ તરફથી બ્રેડન કારસે ત્રણ અને માર્ક વૂડે બે વિકેટ ઝડપી હતી. આ સિવાય આર્ચર, ઓવરટોન અને આદિલ રાશિદને એક-એક સફળતા મળી છે.
T20માં ભારતે સૌથી ઝડપી 100 રન પૂરા કર્યા
અભિષેકની વિસ્ફોટક ઇનિંગ્સની મદદથી ભારતીય ટીમે માત્ર 6.3 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા, જે કોઈપણ ટી20 મેચમાં 100 બોલમાં પૂરા કરવામાં આવેલા સૌથી ઓછા રન છે. આ પહેલા ટીમે ગયા વર્ષે ઓક્ટોબરમાં હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામે 7.1 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. ઇંગ્લેન્ડ સામેની પાંચમી T20 મેચમાં, ભારતે પ્રથમ છ ઓવરમાં એક વિકેટે 95 રન બનાવ્યા, જે T20માં પાવરપ્લેમાં તેનો સર્વોચ્ચ સ્કોર છે. ટીમે અગાઉ 2021માં સ્કોટલેન્ડ સામે પાવરપ્લેમાં બે વિકેટે 82 રન બનાવ્યા હતા, જે આ સમયગાળા દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર હતો, પરંતુ અભિષેકની શાનદાર ઇનિંગ્સે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats