IND vs PAK : પાકિસ્તાને જીત્યો ટોસ, પહેલા બોલિંગ કરવાનો લીધો નિર્ણય

T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ રહી છે. અગાઉ આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને અમેરિકા જેવી નવી ટીમે કારમી હાર આપી હતી. જ્યારે બીજી તરફ ભારતે તેની પ્રથમ મેચ જીતી લીધી છે. રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમે તાજેતરમાં આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું.

image
X
T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ અને પાકિસ્તાન વચ્ચે હાઇ વૉલ્ટેજ  મેચ રમાઈ રહી છે. ગ્રુપ-A અંતર્ગત આ મેચ ન્યૂયોર્કમાં રમાઈ રહી છે. મેચમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ પહેલા ન્યૂયોર્કમાં ભારે વરસાદને કારણે મેચ અડધો કલાક મોડી પડી હતી.

Accuweather મુજબ, આજે ન્યુયોર્કમાં વરસાદની 42% શક્યતા છે. જો મેચ વરસાદના કારણે ધોવાઇ જાય તો બંને ટીમોને એક-એક પોઇન્ટ મળશે.   ICCએ ગ્રુપ મેચો માટે રિઝર્વ ડે કે વધારાના સમયની કોઈ જોગવાઈ નથી કરી. આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન બંને ટીમોની આ બીજી મેચ છે. અગાઉ આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને અમેરિકા જેવી નવી ટીમે કારમી હાર આપી હતી. ત્યારથી બાબર આઝમની કેપ્ટનશીપવાળી પાકિસ્તાની ટીમની ભારે ટીકા થઈ રહી છે. જ્યારે બીજી તરફ ભારતે તેની પ્રથમ મેચ જીતી લીધી છે. 

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે તાજેતરમાં આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આ વર્લ્ડ કપમાં ભારતની આ પ્રથમ મેચ હતી, જે તેણે 46 બોલ બાકી રહેતા જીતી લીધી હતી. હવે સુકાની રોહિત પાકિસ્તાન સામેની આ મેચમાં પણ તે જ મેચ વિનિંગ ટીમને મેદાનમાં ઉતારી શકે છે. મતલબ કે પરિવર્તન માટે બહુ ઓછો અવકાશ છે.
 
બીજી તરફ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પોતાના પ્લેઈંગ-11માં ઈમાદ વસીમને એન્ટ્રી આપી શકે છે. જ્યારે આઝમ ખાનને બહારનો રસ્તો બતાવી શકાય છે.  આ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પાકિસ્તાનને અમેરિકાએ હરાવ્યું હતું. ઈજાના કારણે ઈમાદ તે મેચમાં રમી શક્યો ન હતો.
 
પાકિસ્તાન સામે 12 માંથી ભારતે 8 મેચ જીતી 
T20 ઈન્ટરનેશનલમાં જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે આવી છે ત્યારે ચાહકોને રોમાંચક મેચ જોવા મળી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 12 T20 મેચ રમાઈ છે. જેમાં ભારતીય ટીમે 8 મેચ જીતી છે જ્યારે પાકિસ્તાનને 3માં સફળતા મળી છે. મેચ ટાઈ રહી હતી.


 ભારત-પાકિસ્તાનની પ્લેઈંગ-11 
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ.
પાકિસ્તાન ટીમઃ મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), બાબર આઝમ (કેપ્ટન), ઉસ્માન ખાન, ફખર ઝમાન, શાદાબ ખાન, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, મોહમ્મદ આમિર અને હરિસ રઉફ. 

Recent Posts

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી : ઠેર ઠેર ઈવીએમ ખોટકાયા, તો ક્યાંક ચૂંટણી અધિકારી દારૂ પીને આવ્યા

કોઈનો શ્વાસ રૂંધાયો તો કોઈના હાડકા તૂટ્યા, હોસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ નાસભાગમાં ફસાયેલા લોકોએ જણાવી આપવીતી

અમેરિકાથી ડિપોર્ટ થયેલા બે યુવકોની પટિયાલા પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો

કચ્છ: મતદાન પ્રક્રિયા અંગે રાપરના MLA વિરેન્દ્રસિંહ જાડેજાનું મોટું નિવેદન, કોંગ્રેસના નેતા પર લગાવ્યા ગંભીર આરોપ

ભાગદોડ કેમ થઈ? સીડીઓ પર શું પરિસ્થિતિ હતી અને રેલ્વે અધિકારીઓ ક્યાં હતા? તપાસ ટીમે પુરાવા કર્યા એકત્રિત

'એલોન મસ્ક મારા બાળકના પિતા', ઇન્ફ્લુએન્સરનો દાવો; મસ્કે આપ્યો આ જવાબ

પ્રયાગરાજમાં ભારે ટ્રાફિક જામ, જિલ્લાની સરહદો પર વાહનોની અનેક કિલોમીટર લાંબી લાગી લાઇન

ભાવનગર: સિહોર તાલુકાની GIDC-1માં આવેલ રોલિંગ મિલમાં બ્લાસ્ટ, ચાર શ્રમિકો ગંભીરરીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કામ કરતાં કુલીએ જણાવ્યું ઘટના અંગે, કહ્યું- અમે ઓછામાં ઓછા 15 મૃતદેહો ઉપાડ્યા અને એમ્બ્યુલન્સમાં મૂક્યા

SURAT: પ્રફુલ સાડી ખંડણી કેસમાં શિલ્પા શેટ્ટીની માતા અને ડોન ફઝલુ રહેમાનની મુશ્કેલીઓ વધી, અરેસ્ટ વોરંટ ઇશ્યૂ; જાણો શું છે મામલો