IND vs ZIM: આજની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં બદલાવની શક્યતા; 3 ખેલાડીની એન્ટ્રી થઈ શકે છે

અભિષેક શર્માની શાનદાર સદીની મદદથી ભારતે 20 ઓવરમાં 234 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ માત્ર 134 રન બનાવી શકી અને 100 રનથી મેચ હારી ગઈ. જો કે સદી ફટકાર્યા બાદ પણ અભિષેકનું સ્થાન સુરક્ષિત નથી કારણ કે ઓપનર યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન અને શિવમ દુબે જેવા સિનિયર ખેલાડીઓની એન્ટ્રી થઈ ગઈ છે. T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ આ ખેલાડીઓને થોડા દિવસો માટે આરામ આપવામાં આવ્યો હતો.

image
X
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે બુધવારે પાંચ મેચોની T20 શ્રેણીની ત્રીજી મેચ રમાશે. શુભમન ગીલની આગેવાની હેઠળની ભારતીય ટીમ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં યોજાનારી મેચમાં જીત મેળવીને શ્રેણીમાં લીડ લેવા પર રહેશે. પ્રથમ મેચમાં 13 રને હારનો સામનો કરી રહેલી ભારતીય ટીમે બીજી મેચમાં જોરદાર વાપસી કરી હતી.

અભિષેક શર્માની શાનદાર સદીની મદદથી ભારતે 20 ઓવરમાં 234 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ માત્ર 134 રન બનાવી શકી અને 100 રનથી મેચ હારી ગઈ. જો કે સદી ફટકાર્યા બાદ પણ અભિષેકનું સ્થાન સુરક્ષિત નથી કારણ કે ઓપનર યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન અને શિવમ દુબે જેવા સિનિયર ખેલાડીઓની એન્ટ્રી થઈ ગઈ છે. T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ આ ખેલાડીઓને થોડા દિવસો માટે આરામ આપવામાં આવ્યો હતો. યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસન T20 વર્લ્ડ કપની ટીમનો ભાગ હતા, જોકે તેમને એક પણ મેચમાં તક મળી ન હતી. જેના કારણે તેને આ મેચમાં તક આપવામાં આવી શકે છે. સેમસન ધ્રુવ જુરેલનું સ્થાન લઈ શકે છે, જ્યારે જયસ્વાલ કેપ્ટન ગિલ સાથે ઈનિંગ્સની શરૂઆત કરી શકે છે. જયસ્વાલે 17 T20 મેચોમાં 161થી વધુની સ્ટ્રાઈક રેટથી એક સદી અને ચાર અડધી સદી સાથે રન બનાવ્યા છે. 
 
ત્રીજી T20 માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટ કીપર), રેયાન પરાગ, શિવમ દુબે, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, મુકેશ કુમાર.

Recent Posts

ઓસ્ટ્રેલીયામાં પાકિસ્તાની ક્રિકેટર જુનૈદ ઝફરખાનનું પિચ ઉપર જ થયું અવસાન

IPL 2025 માં ખેલાડીઓ બદલવાનો નિયમ બદલાયો, જાણો પાછલી સીઝન કરતા કેટલો છે અલગ

શ્રદ્ધા કપૂર 'બચપન કે પ્યાર' સાથે IPL ઓપનિંગ સેરેમનીમાં મસાલા ઉમેરશે, આ સ્ટાર્સ તેની સાથે રહેશે, જાણો

દિલ્હી કેપિટલ્સે વાઇસ-કેપ્ટનની કરી જાહેરાત, જાણો કોને સોંપી જવાબદારી

અજિંક્ય રહાણે અને શ્રેયસ ઐય્યર રચશે ઇતિહાસ, IPLમાં કોઈ ભારતીય ખેલાડીએ નથી કર્યું આ કામ

IPL શરૂ થાય તે પહેલાં KKR ને લાગ્યો આંચકો! ઉમરાન મલિક થયો બહાર, આ બોલરને ટીમમાં મળ્યું સ્થાન

IPL 2025 માં આ બોલર રોહિત શર્મા માટે બનશે સૌથી મોટો ખતરો, તેણે અનેક વખત રોહિતને કર્યો છે આઉટ

13 વર્ષ પહેલા આજના દિવસે જ સચિને ફટકારી હતી 100 મી ઇન્ટરનેશનલ સદી, હજુ પણ આ રેકોર્ડ છે અકબંધ

WPL 2025: મુંબઈ ઈન્ડિયન્સ બીજી વખત ચેમ્પિયન બન્યું, DCનું સપનું તૂટ્યું

ઓલિમ્પિક 2028 માં નિવૃત્તિ બાદ કમબેક કરશે કોહલી? આપ્યું આ મોટું નિવેદન