ભારત અને ક્રોએશિયા વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર, PM મોદીએ કહ્યું-"હવે ત્રણગણા સંબંધો વધશે"
X
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ક્રોએશિયા મુલાકાત દરમિયાન ભારત અને ક્રોએશિયા વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર થયા હતા. ત્યારબાદ PM મોદીએ જનસભાને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, હું આ ઐતિહાસિક ભૂમિ પર જે ઉત્સાહ, ઉષ્મા અને સ્નેહ સાથે સ્વાગત કરવામાં આવ્યું છે તેના માટે PM પ્લેન્કોવિક અને ક્રોએશિયન સરકારનો આભાર માનું છું. ભારત અને ક્રોએશિયા લોકશાહી, કાયદાનું શાસન અને સમાનતા જેવા સહિયારા મૂલ્યોથી જોડાયેલો છે.
PM મોદીએ વધુમાં કહ્યું કે, ગયા વર્ષે ભારતના લોકોએ મને અને ક્રોએશિયાના લોકોએ પીએમ આન્દ્રેજને સતત ત્રીજી વખત સેવા આપવાની તક આપી છે તે એક સુખદ સહયોગ છે. આ જાહેર વિશ્વાસ સાથે, અમે અમારા ત્રીજા કાર્યકાળમાં અમારા દ્વિપક્ષીય સંબંધોને ત્રણ ગણી ગતિ આપવાનું નક્કી કર્યું છે. સંરક્ષણ ક્ષેત્રમાં લાંબા ગાળાના સહયોગ માટે સંરક્ષણ સહયોગ યોજના બનાવવામાં આવશે, જેમાં તાલીમ અને લશ્કરી આદાનપ્રદાનની સાથે, સંરક્ષણ ઉદ્યોગ પર પણ ધ્યાન આપવામાં આવશે. જહાજ નિર્માણ અને સાયબર સુરક્ષામાં સહયોગ વધારવામાં આવશે.
'આપણે આ 7 ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન આપીશું'
પીએમ મોદીએ કહ્યું કે ઘણા ક્ષેત્રો છે જ્યાં આપણી અર્થવ્યવસ્થાઓ એકબીજાના પૂરક બની શકે છે. આ ક્ષેત્રોને ઓળખવામાં આવ્યા છે. અમે દ્વિપક્ષીય વેપાર વધારવા અને વિશ્વસનીય સપ્લાય ચેઇન બનાવવા માટે ઘણા ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે. અમે દ્વિપક્ષીય વેપાર વધારવા અને વિશ્વસનીય સપ્લાય ચેઇન બનાવવા માટે ઘણા ક્ષેત્રોમાં સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે. અમે ફાર્મા, કૃષિ, માહિતી ટેકનોલોજી, સ્વચ્છ ટેકનોલોજી, ડિજિટલ ટેકનોલોજી, નવીનીકરણીય ઉર્જા, સેમિકન્ડક્ટર્સમાં સહયોગને પ્રોત્સાહન આપીશું.
#WATCH | Zagreb, Croatia: Prime Minister Narendra Modi says "We have decided to speed up our bilateral relations 3 times in our third term. A Defence Cooperation Plan will be made for long-term cooperation in the defence sector, which will focus on training and military exchange… pic.twitter.com/VG5gyV9xWx
આ દરમિયાન PM મોદીએ આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો. પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદ વિશ્વ માટે એક મોટો ખતરો છે. તેમણે કહ્યું કે અમે સહમત છીએ કે આતંકવાદ માનવતાનો દુશ્મન છે. તે લોકશાહીમાં વિશ્વાસ રાખતી શક્તિઓ વિરુદ્ધ છે. 22 એપ્રિલે ભારતમાં થયેલા આતંકવાદી હુમલા પર શોક વ્યક્ત કરવા બદલ અમે પ્રધાનમંત્રી પ્લેનકોવિક અને ક્રોએશિયન સરકારના ખૂબ આભારી છીએ. આવા મુશ્કેલ સમયમાં, અમારા મિત્ર દેશોનો ટેકો અમારા માટે ખૂબ જ મૂલ્યવાન હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે બંને એ હકીકતને સમર્થન આપીએ છીએ કે યુરોપ હોય કે એશિયા, સમસ્યાઓનો ઉકેલ યુદ્ધના મેદાનમાંથી ન આવી શકે. વાતચીત અને રાજદ્વારી એકમાત્ર રસ્તો છે. કોઈપણ દેશની પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવું જરૂરી છે.