અવકાશમાં ભારત બતાવશે તાકાત, ISRO આ તારીખે 101મો સૈટેલાઇટ કરશે લોન્ચ
18 મેના રોજ ISRO 101મો ઉપગ્રહ RISAT-18 લોન્ચ કરવા જઈ રહ્યું છે, જે પૃથ્વી નિરીક્ષણ અને દેખરેખ ક્ષમતાઓને વધારવા માટે મહત્વપૂર્ણ રહેશે. આ ઉપગ્રહ શ્રીહરિકોટાથી ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન (PSLV-C61) દ્વારા લોન્ચ કરવામાં આવશે.
ISROના ચેરમેન વી નારાયણને ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમે જાન્યુઆરીમાં શ્રીહરિકોટાથી અમારું 100મું રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું, હવે, 18 મેના રોજ, ભારતનો 101મો ઉપગ્રહ RISAT-18 પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ તરીકે લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહનો ઉદ્દેશ્ય ભારતની દેખરેખ, રિમોટ સેન્સિંગ અને આપત્તિ પ્રતિભાવ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાનો છે, જે દેશની સુરક્ષા અને સલામતીમાં મદદ કરશે.
ભારતની સુરક્ષા અને રાષ્ટ્રીય જરૂરિયાતોને ધ્યાનમાં લઇ નિર્ણય
નારાયણને એ પણ સ્પષ્ટતા કરી કે બધા ISRO મિશન ભારતની સુરક્ષા અને રાષ્ટ્રીય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવે છે. ભારતીય સશસ્ત્ર દળો માટે કોઈ ખાસ લોન્ચ યોજનાઓ વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું કે અમારા બધા કાર્યક્રમો આપણા લોકો અને દેશની સુરક્ષા માટે છે. અમે બીજા કોઈ દેશ સાથે સ્પર્ધા કરતા નથી. અમારું મિશન આપણી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રચાયેલ છે.
ISRO એ 1979માં સફર શરૂ કરી હતી
ISRO ની શરૂઆતને યાદ કરતા નારાયણને કહ્યું કે ભારતે 1979 માં SLV-3 રોકેટથી તેની અવકાશ યાત્રા શરૂ કરી હતી, જેનો સફળતા દર 98 ટકા હતો. તેમણે કહ્યું કે અમારું પહેલું સંપૂર્ણ સફળ મિશન 1980 માં થયું હતું, અને ત્યારથી અમે અમારી તકનીકી ક્ષમતાઓને સતત મજબૂત બનાવી રહ્યા છીએ. ઇસરો હવે સંરક્ષણ, આપત્તિ વ્યવસ્થાપન, કૃષિ અને આબોહવા દેખરેખ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ભારતના હિતોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે.
ઈસરોનું આગામી મિશન: EOS-09 (RISAT-1B)
ISRO એ આગામી મિશન EOS-09 (RISAT-1B) ની પણ જાહેરાત કરી છે, જે 18 જૂન, 2025 ના રોજ શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. આ ઉપગ્રહ ભારતના પૃથ્વી નિરીક્ષણ કાર્યક્રમમાં બીજું એક મહત્વપૂર્ણ પગલું હશે. રાષ્ટ્રીય સુરક્ષા, દેખરેખ અને આપત્તિ વ્યવસ્થાપનમાં ISROના અવકાશ મિશન હવે વધુ મહત્વપૂર્ણ બની રહ્યા છે, જેનાથી દેશની તકનીકી અને વ્યૂહાત્મક શક્તિમાં વધારો થઈ રહ્યો છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB