ભારતીય પુરુષ હોકી ટીમનું ઐતિહાસિક પ્રદર્શન; ઓલિમ્પિકમાં 1972 બાદ કાંગારુંને હાર આપી
ભારતીય પુરૂષ હોકી ટીમ શુક્રવારે પૂલ બીમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, જેને ડેથ પૂલ કહેવામાં આવે છે. ભારતીય ટીમે શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયા પર પ્રભુત્વ જમાવ્યું હતું. ટીમ ઈન્ડિયા પહેલાથી જ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે, તેથી નોકઆઉટ મેચોની તૈયારીના સંદર્ભમાં આ મેચ તેમના માટે મહત્વપૂર્ણ હતી. જો કે લગભગ 24 કલાક પહેલા જ ભારત તેની છેલ્લી મેચમાં હારી ગયું હતું, પરંતુ ભારતે ઓસ્ટ્રેલિયા સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું. ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમ દ્વારા પ્રથમ ક્વાર્ટરમાં બે ગોલ કરવામાં આવ્યા હતા.
ભારતીય પુરુષ હોકી ટીમે તેનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું અને પેરિસ ઓલિમ્પિક 2024માં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. એટલું જ નહીં ભારતીય હોકી ટીમ માટે આ એક ઐતિહાસિક ક્ષણ હતી, કારણ કે આ પહેલા હોકીમાં ભારતે 1972માં ઓલિમ્પિક ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. 52 વર્ષ બાદ ભારતીય પુરુષ ટીમે ઓસ્ટ્રેલિયા સામે હોકીમાં જીત મેળવી છે. ભારતે આ મેચ 3-2થી જીતી હતી. હોકીમાં ભારત ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી ચૂક્યું છે.
ભારતીય પુરૂષ હોકી ટીમ શુક્રવારે પૂલ બીમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે, જેને ડેથ પૂલ કહેવામાં આવે છે. ભારતીય ટીમે શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયા પર પ્રભુત્વ જમાવ્યું હતું. ટીમ ઈન્ડિયા પહેલાથી જ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે, તેથી નોકઆઉટ મેચોની તૈયારીના સંદર્ભમાં આ મેચ તેમના માટે મહત્વપૂર્ણ હતી. જો કે લગભગ 24 કલાક પહેલા જ ભારત તેની છેલ્લી મેચમાં હારી ગયું હતું, પરંતુ ભારતે ઓસ્ટ્રેલિયા સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું. ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમ દ્વારા પ્રથમ ક્વાર્ટરમાં બે ગોલ કરવામાં આવ્યા હતા. અભિષેકે મેચની 12મી મિનિટે પહેલો ગોલ કર્યો હતો જ્યારે બીજી જ મિનિટે કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ કરીને 2-0ની લીડ મેળવી હતી. જોકે પછીના ક્વાર્ટરમાં ઓસ્ટ્રેલિયા માટે ક્રેગ થોમસે ગોલ કરીને લીડ ઓછી કરી હતી. આ સાથે જ ત્રીજા ક્વાર્ટરમાં ભારતે ફરી એક ગોલ કરીને 3-1ની સરસાઈ મેળવી લીધી હતી.
હરમનપ્રીત સિંહે પેનલ્ટી સ્ટ્રોકનો ફાયદો ઉઠાવ્યો અને 32મી મિનિટે ગોલ કર્યો. આ પછી ઓસ્ટ્રેલિયાએ ચોથા ક્વાર્ટરમાં એકમાત્ર ગોલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ગોવર્સ બ્લેકે ગોલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ બીજો ગોલ પણ પેનલ્ટી સ્ટ્રોક દ્વારા કર્યો હતો. જો કે ભારતીય ટીમે અંતિમ ક્ષણો સુધી એકપણ ગોલ થવા દીધો ન હતો. આટલું જ નહીં ઓસ્ટ્રેલિયાએ છેલ્લી મિનિટોમાં પોતાના ગોલકીપરને પણ હટાવ્યા હતા, પરંતુ તેનો કોઈ ફાયદો ન થતાં ભારતે 3-2થી મેચ જીતી લીધી હતી. ભારતીય ટીમે ગ્રુપ તબક્કામાં પોતાની તમામ મેચ રમી છે. ટીમ 5માંથી 3 મેચ જીતી, એક મેચ હારી અને એક મેચ ડ્રો રહી. ભારત હવે પાંચ મેચમાં 10 પોઈન્ટ સાથે પૂલ બીના પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે. ભારતીય ટીમ તેની ક્વાર્ટર ફાઇનલમાં ગ્રેટ બ્રિટન અને જર્મની મેચની રનર-અપ ટીમ સામે ટકરાશે. પ્રથમ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું, બીજી મેચમાં આર્જેન્ટિના સાથે 1-1થી ડ્રો, ત્રીજી મેચમાં આયર્લેન્ડ સામે 2-0થી જીત મેળવી અને ચોથી મેચમાં બેલ્જિયમ સામે 2-1થી હારનો સામનો કરવો પડ્યો.