ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યો, 4000 રન બનાવનારી બીજી ક્રિકેટર બની
ભારત V/S આયર્લેન્ડ મહિલા ક્રિકેટ ODI માં સ્મૃતિ મંધાનાએ ઇતિહાસ રચ્યો છે. તે ODI ફોર્મેટમાં 4000 રન બનાવનારી ભારતની બીજી ખેલાડી બની ગઈ છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ ઈતિહાસ રચ્યો છે. સિરીઝની પ્રથમ મેચ 10 જાન્યુઆરી 2025 રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. જ્યાં ઈનિંગની શરૂઆત કરતી વખતે મંધાના શાનદાર ફોર્મમાં જોવા મળી હતી. ટીમ માટે તેણે 29 બોલનો સામનો કરીને 141.38ના સ્ટ્રાઈક રેટથી 41 રનની વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેના બેટમાંથી છ ચોગ્ગા અને એક સુંદર છગ્ગો માર્યો હતો. તે ODI ફોર્મેટમાં 4000 રન બનાવનારી ભારતની બીજી ખેલાડી બની ગઈ છે. 28 વર્ષની મહિલા બેટ્સમેને ભારત અને આયર્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ODI શ્રેણી દરમિયાન આ ખાસ સિદ્ધિ મેળવી છે. મેચ દરમિયાન ઇનિંગ્સનો 40મો રન પૂરો કરીને તેણે વનડેમાં 4000 રન પૂરા કરવાની વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી.
4000થી વધુ રન બનાવનાર ભારતની બે મહિલા બેટ્સમેન
ભારતની મહિલા વનડેમાં અત્યાર સુધી માત્ર બે ખેલાડીઓએ 4000નો આંકડો પાર કર્યો છે. પૂર્વ કેપ્ટન મિતાલી રાજનું નામ પ્રથમ સ્થાને આવે છે. જેણે 232 મેચની 211 ઇનિંગ્સમાં 50.68ની એવરેજથી 7805 રન બનાવ્યા છે. તેના પછી હવે સ્મૃતિ મંધાનાએ 4000નો આંકડો પાર કરી લીધો છે. તેણે દેશ માટે અત્યાર સુધીમાં કુલ 95 વનડે મેચ રમી છે. આ દરમિયાન તેના બેટથી 95 ઇનિંગ્સમાં 44.95ની એવરેજથી 4001 રન બનાવ્યા છે.
ODIમાં સૌથી ઝડપી 4000 રન બનાવનાર વિશ્વની ત્રીજી ખેલાડી બની સ્મૃતિ મંધાના
સ્મૃતિ મંધાના મહિલા વનડેમાં સૌથી ઝડપી 4000 રન બનાવનારી દુનિયાની ત્રીજી ખેલાડી બની ગઈ છે. ઓસ્ટ્રેલિયાની મહિલા બેટ્સમેન બેલિન્ડા ક્લાર્કનું નામ પ્રથમ સ્થાને આવે છે. જેણે માત્ર 86 ઇનિંગ્સમાં 4000 રનનો આંકડો સ્પર્શ કર્યો હતો. તેના પછી બીજા નંબર પર ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મેગ લેનિંગ છે. લેનિંગે 89 ઇનિંગ્સમાં 4000 રન પૂરા કર્યા હતા. આ બે દિગ્ગજો બાદ હવે સ્મૃતિ મંધાના ત્રીજા સ્થાને આવી ગઈ છે. મંધાનાએ 95 ઇનિંગ્સમાં 4000 રન પૂરા કર્યા છે.