પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના ફાળે 21મો મેડલ, સચિન ખિલારીએ શોટપુટમાં જીત્યો સિલ્વર

ભારતના સચિન ખિલારીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરુષોના શોટ પુટ (F46) ઇવેન્ટમાં 16.32 મીટરના એશિયન રેકોર્ડ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. કેનેડાના ગ્રેગ સ્ટુઅર્ટે ટોક્યો પેરાલિમ્પિક્સમાં જીતેલ ગોલ્ડ જાળવી રાખ્યો હતો. ક્રોએશિયાના લુકા બાકોવિકે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

image
X
પેરિસ પેરાલિમ્પિક્સના સાતમા દિવસે સચિન ખિલારીએ ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. સચિન સર્જેરાવ ખિલારીએ પુરુષોના શોટ પુટ (F46)માં સિલ્વર મેડલ જીત્યો. 34 વર્ષીય ખેલાડીએ બીજા પ્રયાસમાં પોતાનો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો હતો. તેણે મે મહિનામાં જાપાનમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. સચિનના આ મેડલ સાથે ભારતના મેડલની સંખ્યા 21 થઈ ગઈ છે. ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં અત્યાર સુધીમાં 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ ઈવેન્ટમાં અન્ય બે ભારતીયો મોહમ્મદ યાસર અને રોહિત કુમાર અનુક્રમે 8મા અને 9મા સ્થાને રહ્યા હતા.

વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત, ચૂંટણી લડવાની અટકળો તેજ
પેરાલિમ્પિક્સમાં પુરુષોની શોટ પુટ (F46) ઇવેન્ટની ફાઇનલમાં, સચિન સર્જેરાવ ખિલારીએ તેના બીજા પ્રયાસમાં 16.32 મીટરનો થ્રો કર્યો અને સિલ્વર મેડલ જીત્યો. આ ઈવેન્ટમાં કેનેડાના ગ્રેગ સ્ટુઅર્ટે ગોલ્ડ જીત્યો હતો. તેણે 16.38 મીટર થ્રો કર્યો. ક્રોએશિયાના બાકોવિક લુકાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે 16.27 મીટરનો થ્રો કર્યો. સચિનનો સિલ્વર મેડલ પેરિસ પેરાલિમ્પિક્સમાં એથ્લેટિક્સમાં ભારતનો 11મો મેડલ છે. તેણે ચીનમાં એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
F46 કેટેગરીમાં એવા ખેલાડીઓનો સમાવેશ થાય છે કે જેમના હાથમાં નબળાઈ હોય, સ્નાયુઓની તાકાત ઓછી હોય અથવા તેમના હાથોમાં ગતિની મર્યાદિત નિષ્ક્રિય શ્રેણી હોય. આવા રમતવીરો ઉભા રહીને સ્પર્ધા કરે છે.

Recent Posts

ગાંધીનગરના દહેગામ ખાતે ગણેશ વિસર્જન સમયે 10 ડૂબ્યા, 8ના મૃતદેહ મળ્યા

અંક જ્યોતિષ/ 14 સપ્ટેમ્બર 2024 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 14 સપ્ટેમ્બર 2024 : આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 14 સપ્ટેમ્બર 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, સમય અને પૈસાની થશે બચત, જાણો કેટલું ચુકવવું પડશે ભાડું

દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ગુજરાતમાં દોડશે, PM મોદી બતાવશે લીલી ઝંડી

શિમલા પછી મંડીમાં મસ્જિદ પર હંગામો, આજે હજારો હિન્દુઓ વિરોધમાં આવ્યા બહાર

PM મોદીના જન્મદિવસ પર અજમેર શરીફ દરગાહમાં પીરસવામાં આવશે લંગર, ખાસ પ્રાર્થના પણ કરાશે

અરવિંદ કેજરીવાલને આ શરતો પણ મળ્યાં છે જામીન, જાણો કયા કામ નહીં કરી શકે

વકફ બિલના સમર્થન માટે અનોખી રીત, ગણેશ પંડાલોમાં લગાવાવમાં આવ્યા પોસ્ટર અને સ્કેનર