IPL 2024 : મુંબઈની ત્રણ હાર સામે કેપ્ટન પંડ્યાની એક પોસ્ટે જીતી લીધા દિલ, જુઓ શું કહ્યું

IPL 2024માં સતત ત્રીજી હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ એક ટ્વિટ કર્યું છે, જે વાયરલ થઈ ગયું છે. જ્યારથી કેપ્ટન બન્યો છે ત્યારથી હાર્દિક પંડ્યા ચાહકોના નિશાના પર છે.

image
X
મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024 પહેલા હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેમને આશા હતી કે ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ સિઝનમાં ફરીથી જોવા મળશે. મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024માં અત્યાર સુધીમાં કુલ ત્રણ મેચ રમી છે, જેમાંથી ત્રણેય મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ બે મેચ હોમ ગ્રાઉન્ડ પર ન હતી અને એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે મુંબઈ ઈન્ડિયન્સ જ્યારે વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ કરશે ત્યારે જીત નોંધાવશે. સોમવારે (1 એપ્રિલ) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને છ વિકેટે હરાવ્યું હતું.

હાર્દિકને હોમગ્રાઉંડ પર 'બૂ...'નો સામનો કરવો પડ્યો
રાજસ્થાન સામેની મેચની શરૂઆતથી અંત સુધી સુકાની હાર્દિક પંડ્યાને પ્રશંસકોની બૂ...નો સામનો કરવો પડ્યો હતો. ટોસ સમયે સંજય માંજરેકરે લોકોને સંસ્કારી વર્તન કરવાની અપીલ કરી હતી, જ્યારે મેચની વચ્ચે રોહિત શર્માએ પણ લોકોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સની સતત ત્રીજી હાર બાદ હાર્દિક પંડ્યા ટીકાકારોના નિશાના પર છે અને હવે તેણે સોશિયલ મીડિયા પર મેસેજ મોકલીને ટીકાકારોને જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે.

હાર્દિક પંડ્યાએ  X પર લખ્યું, 'જો આ ટીમ વિશે તમારે એક વસ્તુ જાણવી જોઈએ, તો તે એ છે કે અમે ક્યારેય હાર માનતા નથી. અમે લડતા રહીશું અને આગળ વધીશું.
આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે અત્યાર સુધી કંઈ સારું રહ્યું નથી. બોલિંગ અને બેટિંગ બંનેમાં કંઈ ખાસ જોવા મળ્યું નથી. ડ્રેસિંગ રૂમનું વાતાવરણ પણ બહુ સારું નથી લાગતું. મુંબઈ ઈન્ડિયન્સની ત્રણ હાર બાદ હાર્દિક પંડ્યાએ ટ્વીટ કરીને સંદેશ આપ્યો છે કે આવનારી મેચોમાં આ ટીમનું એક અલગ જ રૂપ જોવા મળી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સ કોઈપણ રીતે પુનરાગમન માટે જાણીતું છે. હવે જોવાનું એ રહે છે કે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સનો જૂનો જાદુ ફરી જોવા મળશે કે કેમ?

Recent Posts

Loksabha Election 2024: કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર, મનોજ તિવારી સામે કન્હૈયા કુમાર લડશે ચૂંટણી

ચાર દિવસ સુધી અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના VIP દર્શન નહીં થાય, તમામ ઓનલાઈન અને ઓફલાઈન પાસ રદ્દ

ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં ફસાયો કેવિન પીટરસન ! આ રીતે પહોંચ્યો મુંબઈ

આજનું રાશિફળ/ 15 એપ્રિલ 2024: આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય

IPL 2024/ MI vs CSK : હાર્દિક પંડ્યાએ જીત્યો ટોસ... CSK કરશે પ્રથમ બેટિંગ

IPL 2024: KKRvsLSG: કોલકતાએ લખનૌને ચખાડ્યો હારનો સ્વાદ, મેચ 8 વિકેટથી જીતી

Loksabha Election 2024: સુરેન્દ્રનગર બેઠક પર જામશે ચૂંટણીનો જંગ, જાણો આ બેઠકનું સમીકરણ અને ઇતિહાસ

રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, જાણો ક્યાં-ક્યાં પડ્યો કમોસમી વરસાદ

અમરનાથ યાત્રાનો પ્રારંભ 29 જૂનથી થશે, જાણો ક્યારે શરૂ થશે રજીસ્ટ્રેશન

આજનું પંચાંગ/ 15 એપ્રિલ 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ