IPL 2024/ MI vs CSK : હાર્દિક પંડ્યાએ જીત્યો ટોસ... CSK કરશે પ્રથમ બેટિંગ

IPL ની 17મી સિઝનમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે મેચ રમાઈ રહી છે. આ સિઝનમાં બંને ટીમોની આ છઠ્ઠી મેચ છે. આ પહેલા રુતુરાજ ગાયકવાડની કપ્તાનીમાં ચેન્નાઈની ટીમે 5માંથી 3 મેચ જીતી છે. જ્યારે હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી મુંબઈની ટીમ 5માંથી માત્ર 2 મેચ જીતી શકી છે.

image
X
આજે IPL 2024ની 29મી મેચ વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે.  જેમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં MI કોઈપણ ફેરફાર વિના રમતી જોવા મળશે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સમાં મહિષ તિક્ષીનાની જગ્યાએ મતિષા પથિરાનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચાર વિદેશી ખેલાડીઓ મુંબઈ તરફથી રમતા જોવા મળશે, જેમાં ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, રોમારિયો શેફર્ડ અને ગેરાલ્ડ કોએત્ઝીનો સમાવેશ થાય છે. જ્યારે ચેન્નાઈમાં રચિન રવિન્દ્ર, ડેરિલ મિશેલ અને મુસ્તાફિઝુર રહેમાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. CSKએ ત્રણ વિદેશી ખેલાડીઓને તક આપી છે.

મુંબઈ સામે ચેન્નાઈનું પલડું ભારે 
જ્યારે પણ મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈની ટીમનો સામનો રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ સામે થયો છે ત્યારે CSK નું પ્રદર્શન નબળું રહ્યું છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 38 મેચ રમાઈ છે જેમાંથી મુંબઈએ સૌથી વધુ 21 મેચ જીતી છે. ચેન્નાઈએ 17માં જીત મેળવી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ: રચિન રવિન્દ્ર, રૂતુરાજ ગાયકવાડ (કેપ્ટન), અજિંક્ય રહાણે, ડેરિલ મિશેલ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, તુષાર દેશપાંડે, મુસ્તફિઝુર રહેમાન.  ઈમ્પેક્ટ સબ:  મતિશા પથિરાના, નિશાંત સિંધુ, મિશેલ સેન્ટનર, મોઈન અલી, શેખ રશીદ.

મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, ઈશાન કિશન (wk), તિલક વર્મા, હાર્દિક પંડ્યા (c), ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, રોમારિયો શેફર્ડ, શ્રેયસ ગોપાલ, ગેરાલ્ડ કોએત્ઝી, જસપ્રિત બુમરાહ, આકાશ માધવાલ. ઈમ્પેક્ટ સબ:  સૂર્યકુમાર યાદવ, ડેવાલ્ડ બ્રુઈસ, નમન ધીર, નેહલ વાઢેરા, હાર્વિક દેસાઈ.

Recent Posts

મેં ભૂલ જ નથી કરી તો હું કેવી રીતે સ્વીકારું : બ્રિજભૂષણ શરણ સિંહ

LokSabha Election 2024 : આઝમગઢમાં અખિલેશની રેલીમાં નાસભાગ, પોલીસે બેકાબૂ ભીડ પર કર્યો લાઠીચાર્જ

ભાવનગર ખાતે બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી, 4ના મોત, 1નો આબાદ બચાવ

LokSabha Election 2024 : PM મોદીએ બિહારમાં સભાને સંબોધતા કહ્યું કોણ છે તેમનો રાજકીય વારસ

સ્વાતિ માલીવાલ અંગે અમિત શાહે આપ્યું નિવેદન, કહ્યું જો સાંસદને મુખ્યમંત્રી આવાસમાં માર મારવામાં આવે તો...

ગરમીના કારણે 108 ઇમરજન્સી કોલમાં ધરખમ વધારો, મે મહિનામાં કુલ 1431 કોલ નોંધાયા

ઈરાને હેલિકોપ્ટર દુર્ઘટના બાદ તરત જ અમેરિકા પાસે માંગી હતી મદદ, વિદેશ વિભાગે જણાવ્યું આ કારણ

LokSabha Election 2024 : આ ગામમાં થયું 100 ટકા મતદાન, વોટિંગ કરવા ફ્લાઇટથી પહોંચ્યો યુવક

અમદાવાદીઓ ગરમીમાં બહાર નીકળતા ચેતજો, હવમાન વિભાગે 5 દિવસ માટે આપ્યું રેડ એલર્ટ

બિહારના સારણમાં ચૂંટણી બાદ હિંસા, ફાયરિંગમાં એકનું મોત, 48 કલાક માટે ઈન્ટરનેટ બંધ