IPL 2025: હાર્દિક પંડ્યા IPL ની પહેલી મેચ નહીં રમી શકે, 2024ની ભૂલની સજા 2025માં મળી
મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા IPL 2025 ની પહેલી મેચ રમી શકશે નહીં. તેના પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.IPLની 18મી સીઝન 22 માર્ચથી શરૂ થશે. મુંબઈ 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ સ્ટાર ઓલરાઉન્ડર આ મેચમાં રમશે નહીં. પાછલી સિઝન માં થયેલી ભૂલને કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા તેને સજા કરવામાં આવી છે.
IPL 2024 માં, મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાને ધીમા ઓવર રેટને કારણે BCCI દ્વારા 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. IPL એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 30 લાખ રૂપિયાના દંડ ઉપરાંત, હાર્દિકને IPL આચારસંહિતાના ઉલ્લંઘન બદલ એક મેચ માટે પ્રતિબંધિત પણ કરવામાં આવ્યો છે.
હાર્દિક ઉપરાંત ટીમને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો
જ્યારે બોર્ડે આ કાર્યવાહી કરી ત્યારે મુંબઈ પાસે કોઈ મેચ બાકી નહોતી અને ટીમે ગ્રુપ સ્ટેજમાં તેની બધી 14 મેચ રમી હતી, તેથી એવું કહેવામાં આવ્યું હતું કે હાર્દિક પર આ સસ્પેન્શન આગામી સિઝનમાં લાગુ થશે. હવે તે 2025 સીઝનની પહેલી મેચ રમી શકશે નહીં. IPL એ એક નિવેદનમાં કહ્યું હતું કે હાર્દિક સિવાય, પ્લેઇંગ-11 માં સમાવિષ્ટ ટીમના અન્ય ખેલાડીઓ પર 12 લાખ રૂપિયા અથવા મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ અસરગ્રસ્ત ખેલાડીઓ પર પણ લાગુ પડશે.
છેલ્લી સિઝનમાં આ સફર પડકારજનક
IPL 2024 સીઝન પહેલા, મુંબઈએ ટીમમાં મોટો ફેરફાર કર્યો અને ગુજરાત ટાઇટન્સ તરફથી ટ્રેડિંગ કરીને હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કર્યો. હાર્દિક લાંબા સમયથી મુંબઈનો ભાગ હતો, પરંતુ 2022 સીઝન માટે મોટી હરાજી પહેલા, મુંબઈએ તેને રિલીઝ કર્યો અને હાર્દિકને ગુજરાતનો કેપ્ટન બનાવવામાં આવ્યો. હાર્દિકની ગુજરાત સાથેની સફર શાનદાર રહી અને તેણે પહેલી જ સિઝનમાં ટીમને વિજેતા બનાવી, જ્યારે ગુજરાત ગઈ સિઝનમાં રનર-અપ રહ્યું હતું. જોકે, IPL 2024 પહેલા, હાર્દિકે ગુજરાત છોડીને તેની જૂની ફ્રેન્ચાઇઝીમાં પાછા ફરવાનો નિર્ણય લીધો. મુંબઈએ રોહિતની જગ્યાએ હાર્દિકને કેપ્ટન બનાવ્યો, પરંતુ તેના નેતૃત્વમાં મુંબઈનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું. મુંબઈની ટીમ 14 મેચોમાં ચાર જીત અને 10 મેચ હાર્યા બાદ આઠ પોઈન્ટ સાથે 10મા ક્રમે રહી હતી.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB