IPL Auction: ટીમોએ ત્રણ ભારતીય ખેલાડીઓ પર 71.75 કરોડ રૂપિયા ખર્ચ્યા, પંત સૌથી મોંઘો ખેલાડી

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં છે. આજે IPL ઓક્શનનો પ્રથમ દિવસ છે. મોટાભાગની નજર હરાજીમાં 12 માર્કી ખેલાડીઓની કિંમતો પર રહેશે. કુલ મળીને 577 ખેલાડીઓ પર બિડિંગ થશે.

image
X
આજથી આગામી બે દિવસ માટે IPL 2025 માટે ખેલાડીઓની મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં શરૂ થઈ ગઈ છે. તમામ 10 ફ્રેન્ચાઈઝી આગામી આઈપીએલ સીઝન પહેલા પોતાની ટીમોને તૈયાર કરવામાં વ્યસ્ત છે. આ હરાજીમાં કુલ 577 ખેલાડીઓ સામેલ છે. ત્યારે  ટીમોએ ત્રણ ભારતીય ખેલાડીઓ પર 71.75 કરોડ રૂપિયા ખર્ચ્યા, પંત સૌથી મોંઘા ખેલાડી બન્યો છે.  લખનૌએ વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 

પંત IPL ઈતિહાસમાં સૌથી વધુ કિંમતે વેચાયેલો ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે શ્રેયસ અય્યરને પાછળ છોડી દીધો છે જે થોડા સમય પહેલા 26.75 કરોડ રૂપિયામાં વેચાયો હતો. શરૂઆતમાં ઋષભ પંત માટે લખનૌ અને આરસીબી વચ્ચે જંગ હતો. પંત રૂ. 2 કરોડની મૂળ કિંમત સાથે હરાજીમાં ઉતર્યો હતો અને થોડા જ સમયમાં તેની કિંમત રૂ. 10 કરોડને પાર કરી ગઈ હતી. આ દરમિયાન હૈદરાબાદ પણ આ રેસમાં જોડાયું, પરંતુ લખનૌએ પણ હાર ન માની અને 27 કરોડમાં ખરીદ્યો. 

આ ત્રણ ખેલાડીઓ પર ટીમોએ ખર્ચ્યા 71.75 કરોડ 
રિષભ પંત 27 કરોડ
શ્રેયસ અય્યર: રૂ. 26.75 કરોડ
અર્શદીપ સિંહઃ રૂ. 18 કરોડ

આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘા ખેલાડીઓ 
 શ્રેયસ અય્યર: રૂ. 26.75 કરોડ (PBKS: 2025)
 મિશેલ સ્ટાર્કઃ 24.75 કરોડ 
પેટ કમિન્સઃ 20.50 કરોડ
અર્શદીપ સિંહઃ રૂ. 18 કરોડ (PBKS 2025)
સેમ કુરન: 18.5 કરોડ 
કેમેરોન ગ્રીનઃ 17.5 કરોડ 
બેન સ્ટોક્સ: 16.25 કરોડ 
ક્રિસ મોરિસઃ રૂ. 16.25 કરોડ
યુવરાજ સિંહઃ 16 કરોડ
 નિકોલસ પૂરનઃ 16 કરોડ

Recent Posts

આ વર્ષે ક્રિકેટમાંથી અનેક દિગ્ગજોએ લીધી નિવૃત્તિ, વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ આ યાદીમાં સામેલ

ગાંધીનગરની ગોસિપ

જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુને આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો ફેન્સને શું આપ્યો મેસેજ

Open AIનો પર્દાફાશ કરનાર ભારતીય એન્જિનિયર સુચિર બાલાજીનું નિધન, જાણો એલોન મસ્કે શું આપી પ્રતિક્રિયા

લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ

અલ્લુ અર્જુનને જેલમાં ન મળી VIP ટ્રીટમેન્ટ, જમીન પર સૂઈને રાત વિતાવી, જમ્યો પણ નહીં

'વન નેશન વન ઈલેક્શન' બિલ સોમવારે લોકસભામાં રજૂ થશે, ચર્ચા માટે JPCને મોકલાશે

એક્ટર અલ્લુ અર્જુન વહેલી સવારે જેલમાંથી છૂટ્યો, અભિનેતાએ જેલમાં જ વિતાવી પડી રાત

ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રિડ મોડલને આપી મંજૂરી, હવે આ દેશમાં યોજાશે ભારતની મેચ

અંક જ્યોતિષ/ 14 ડિસેમ્બર 2024: જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?