શું સરકાર એમએસ ધોનીના સન્માનમાં 7 રૂપિયાનો નવો સિક્કો લાવી રહી છે?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં RBI એટલે કે રિઝર્વ બેંકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 'RBI મહેન્દ્ર સિંહ ધોનીના સન્માનમાં 7 રૂપિયાનો નવો સિક્કો બહાર પાડવા જઈ રહી છે.'

image
X
જો તમે સોશિયલ મીડિયા પર છો, તો ફક્ત તકનીકીનું જ્ઞાન જ તમને કામ નહીં આવે, તમારે સાવધાન અને સમજદાર રહેવાની પણ જરૂર છે, કારણ કે હવે સોશિયલ મીડિયા પણ ખોટા સમાચારોનો અડ્ડો બની ગયું છે. આવી જ બીજી અપડેટ એ દાવા સાથે વાયરલ થઈ રહી છે કે સરકાર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના સન્માનમાં ચલણ જારી કરવા જઈ રહી છે.

શું છે વાયરલ દાવો
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં RBI એટલે કે રિઝર્વ બેંકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, 'RBI મહેન્દ્ર સિંહ ધોનીના સન્માનમાં 7 રૂપિયાનો નવો સિક્કો બહાર પાડવા જઈ રહી છે. થાલા ફરી એકવાર ચમકી રહ્યું છે.'
સત્ય શું છે?
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા તથ્ય તપાસમાં બહાર આવ્યું છે કે આ વાયરલ દાવો તદન ખોટો છે અને સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી. સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને જણાવવામાં આવ્યું છે કે, 'સોશિયલ મીડિયા પર ફરતી એક તસવીર દાવો કરી રહી છે કે ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાન માટે મહેન્દ્ર સિંહ ધોનીના સન્માનમાં 7 રૂપિયાનો નવો સિક્કો જારી કરવામાં આવશે. તસવીર દ્વારા કરવામાં આવી રહેલો આ દાવો તદન ખોટો છે.' વધુમાં કહેવામાં આવ્યું હતું કે, 'આર્થિક બાબતોના વિભાગે આવી કોઈ જાહેરાત કરી નથી.'

Recent Posts

વિશ્વના નંબર 1 ટેનિસ ખેલાડી પર 3 મહિનાનો પ્રતિબંધ, આ છે આ મોટા નિર્ણય પાછળનું કારણ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ICCએ ભારતીય ચાહકોને આપી મોટી ભેટ, મેચોની કોમેન્ટ્રી એક કે બે નહીં પણ આટલી ભાષાઓમાં થશે

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામની રકમ જાહેર, વિજેતાને મળશે કરોડો રૂપિયા, હારનારી ટીમ પણ થશે અમીર

WPL 2025 આજથી શરૂ, આજે RCB અને ગુજરાત વચ્ચે મેચ, જુઓ કઈ ટીમ વધુ શક્તિશાળી

Champions Trophy 2025: ગૌતમ ગંભીર પર BCCI કડક, PA અન્ય હોટલમાં થયા શિફ્ટ, જાણો શું છે મામલો

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ખેલાડીઓ પોતાના પરિવારને સાથે નહીં લઈ શકે, જાણો કારણ

ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આ રીતે કરશે પાકિસ્તાન? સુરક્ષિત વિસ્તારમાં પણ ચાહકોને પ્રવેશતા ન રોકી શક્યું પાક

રજત પાટીદાર પહેલા આ હતા RCBના કેપ્ટન, જાણો કેવું રહ્યું તેમનું પ્રદર્શન

RCBએ IPL 2025 માટે કેપ્ટનની કરી જાહેરાત, કોહલી નહીં પણ આ ભારતીય બેટ્સમેનને સોંપવામાં આવી કમાન

રિષભ પંતનો જીવ બચાવનાર યુવકે ભર્યું હિચકારી પગલું, જાણો કેવો છે યુવાકનો હાલ