જેસલમેર: બસમાં આગ લાગવાથી અફરાતફરી, મુસાફરો જીવ બચાવવા બારીઓમાંથી કૂદ્યા
રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં મંગળવારે બપોરે 3:30 વાગ્યે એક એસી સ્લીપર બસમાં આગ લાગી હતી. બસ જેસલમેરથી જોધપુર જઈ રહી હતી ત્યારે હાઇવે પર ચાલતી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. મુસાફરોના જણાવ્યા અનુસાર આગ થોડીક સેકન્ડોમાં આખી બસને પોતાની ઝપેટમાં લઈ ગઈ હતી અને ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે બસની બારીઓમાંથી બહાર કૂદી પડ્યા હતા.
16 લોકો ગંભીર રીતે દાઝ્યા
આ અકસ્માતમાં 3 બાળકો અને 4 મહિલાઓ સહિત કુલ 16 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. સ્થાનિક રહેવાસીઓ અને જિલ્લા વહીવટીતંત્રની મદદથી ઘાયલોને ત્રણ એમ્બ્યુલન્સમાં જેસલમેરની જવાહર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા બાદ બધા ગંભીર રીતે ઘાયલોને જોધપુર રિફર કરવામાં આવ્યા હતા. મોટાભાગના મુસાફરોના શરીરનો 70 ટકા ભાગ બળી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
અધિકારીએ 10-12 મુસાફરોના મોતની વ્યક્ત કરી આશંકા
મ્યુનિસિપલ કાઉન્સિલના સહાયક ફાયર ઓફિસર કૃષ્ણપાલ સિંહ રાઠોડે જણાવ્યું હતું કે અકસ્માતમાં 10-12 મુસાફરોના મોતની આશંકા છે. પ્રાથમિક માહિતી અનુસાર આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. બસમાં આગ ઝડપથી ફેલાઈ હતી, જેના કારણે બસમાં અફરાતફરી મચી ગઈ હતી.
આગના ડરથી મુસાફરો બસની બહાર કૂદ્યા
અકસ્માત અંગે પ્રતિક્રિયા આપતા પૂર્વ ધારાસભ્ય રૂપરામ ધનદેવે જણાવ્યું હતું કે ગંભીર રીતે દાઝી ગયેલા મુસાફરોને જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે મોટાભાગના મુસાફરોના શરીરના ધણા ભાગો દાઝી ગયા હતા. આગ લાગ્યા પછી તરત જ બસમાં સવાર મુસાફરો ડરથી રસ્તા પર કૂદી પડ્યા હતા. કેટલાક મુસાફરો રસ્તાની બાજુમાં રડતા જોવા મળ્યા હતા અને સ્થાનિક લોકોએ તાત્કાલિક સહાય પૂરી પાડી હતી. ઘાયલ મુસાફરોને તેમના હાથમાં અથવા ખભા પર લઈ જવામાં આવ્યા હતા.
આગ લાગવાનું કારણ શું?
અકસ્માતની જાણ થતાં જ, સેના અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આગ ઓલવ્યા પછી, સેનાના અધિકારીઓ બસને તેમના અધિકારક્ષેત્રમાં લઈ ગયા હતા અને ફોરેન્સિક અને ડીએનએ ટીમોને તપાસ માટે બોલાવવામાં આવી હતી. આગ વધુ ફેલાતા પહેલા બસમાં સવાર કેટલાક મુસાફરો સુરક્ષિત રીતે ભાગી જવામાં સફળ રહ્યા હતા. જેસલમેરથી જોધપુર જઈ રહેલી બસ બપોરે લગભગ 3 વાગ્યે રવાના થઈ હતી અને તેમાં કુલ 57 મુસાફરો હતા. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ પ્રારંભિક તપાસમાં શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats