જામનગર નજીક કનસુમરા વિસ્તારમાં એક ફેક્ટરી ભાડે રાખીને ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવતી મીની ફેક્ટરી એલસીબીની ટીમે પકડી પાડીને ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી છે. ઘટનાસ્થળેથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવા માટેનું સ્પીરિટ, કલર તથા અન્ય સામગ્રી ખાલી બોટલો, લેબલ, ઢાંકણા વગેરે સહિત રૂપિયા સવા આઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ફેક્ટરી 3 મહિનાથી ચાલુ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલી ’’આર્ય એસ્ટેટ’’માં અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી, જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા, મહિપાલસિંહ આશીષસિંહ રાણા જે ત્રણેય કિશનસીંગ શેખાવત રહે.જયપુર રાજસ્થાન વાળા સાથે મળી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવે છે. LCBએ બાતમી ના આધારે ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા રેઇડ કરી ત્યાંથી (1) અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી (2) જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (3) મહિપાલસિંહ આશીષસિંહ રાણાને પકડી પાડયા હતા. જ્યારે આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર એવા કિશનસીંગ શેખાવત (રહે. જયપુર રાજસ્થાન-સ્પીરીટથી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવનાર) અને ગજેન્દ્રસિંહ જાડેજા રહે. જામનગર (ઇંગ્લીશ દારૂનું વેચાણ કરનાર) ફરાર થઇ જતાં પોલીસે તેમની શોધખોળ હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓના નામ
1)અરૂણ ઉર્ફે કાલી સીતારામ લાલબહાદુર સોની નેપાળી
2)મહિપાલસિંહ આશીષસિંહ રાણા
3)જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા
ઝડપાયેલા ત્રણેય પૈકી 2 આરોપીઓ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ
આરોપી અરુણ ઉર્ફે કાલી સામે જામનગરમાં અગાઉ નોંધાયલ છે ચાર ગુન્હાઓ
આરોપી માહિપાલસિંહ રાણા સામે જૂનાગઢ ઉપરાંત જામનગરમાં અગાઉ નોંધાયા છે 5 ગુન્હાઓ
ફરાર આરોપીઓના નામ
1) ગજેન્દ્રસિંહ જાડેજા, રહે.જામનગર
2) કિશનસિંગ શેખાવત, રહે.જયપુર, રાજસ્થાન
ઝડપાયેલા ત્રણેય ઈસમો પોલીસ સમક્ષ બન્યા પોપટ
ત્રણેય ઇસમોની પોલીસે પુછપરછ કરતા છેલ્લા ત્રણ મહિનાથી આરોપીઓ આલ્કોહોલ સ્પીરીટથી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂની ફેકટરી ચાલુ કરી હોવાનુ કબુલ્યુ. આરોપીઓ 200 લીટર આલ્કોહોલ સ્પીરીટમા ફલેવર કલર તથા કેમીકલનુ વેચાણ કરી,અલગ અલગ બ્રાન્ડનો ૬૦૦ બોટલ આસપાસ દારૂ બનાવતા હોવાનુ પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.