9 ઓગષ્ટથી મોરબીથી શરૂ થયે કોંગ્રેસની ન્યાય યાત્રા, રાહુલ ગાંધી સહિત આ દિગ્ગજ નેતાઓ આપી શકે છે હાજરી

ન્યાય યાત્રા માટે રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધી,મલ્લિકાર્જુન ખડગે સહિતના રાષ્ટ્રીય નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 15 ઓગષ્ટ સુરેન્દ્રનગરમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે અને વિધાનસભા સત્ર દરમિયાન યાત્રા ગાંધીનગર સુધી પહોંચશે.

image
X
લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં  કોંગ્રેસ એક્શનમોડમાં જોવા મળી રહી છે. ત્યારે હવે ગુજરાતમાં કોંગ્રેસ ન્યાય યાત્રાની શરૂઆત કરશે. જેમાં   9  ઓગષ્ટથી કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થશે. ન્યાય યાત્રા 300 કિમીની યોજાશે. આ ન્યાય યાત્રામાં કોંગ્રેસના નેતાઓ દિલ્હીથી પ્રવાસ કરશે. 

રાહુલ ગાંધીએ ભાજપને ગુજરાતમાં હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ હવે કોંગ્રેસ ગુજરાતમાં એક્શન મોડમાં આવી છે. આ ઉપરાંત ગુજરાતમાં સુરત,રાજકોટ,મોરબી અને વડોદરાના પિડીતો ન્યાય અપાવવા મામલે ન્યાય યાત્રા યોજાશે. જેની શરૂઆત માં જોડાશે મોરબી ઝુલતા પુલ દુર્ધટના સ્થળથી કરશે. 

આ દિગ્ગજ નેતાઓને અપાયું આમંત્રણ  
ન્યાય યાત્રા 300  કિલોમીટરની રહેશે અને દરરોજ 25 થી 30 કિલોમીટરનું અંતર કાપશે. 11 તારીખે યાત્રા રાજકોટ પહોંચશે અને રાજકોટ ગેમ ઝોન દુર્ધટના સ્થળે સભાનું આયોજન કરવામાં આવશે.  આ સાથે ન્યાય યાત્રામાં 100 પદયાત્રીઓ જોડાશે. આ ઉપરાંત  ન્યાય યાત્રા માટે રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધી,મલ્લિકાર્જુન ખડગે સહિતના રાષ્ટ્રીય નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 15  ઓગષ્ટ સુરેન્દ્રનગરમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે અને વિધાનસભા સત્ર દરમિયાન યાત્રા ગાંધીનગર સુધી પહોંચશે. 

Recent Posts

ગાંધીનગરના દહેગામ ખાતે ગણેશ વિસર્જન સમયે 10 ડૂબ્યા, 5ના મૃતદેહ મળ્યા

અંક જ્યોતિષ/ 14 સપ્ટેમ્બર 2024 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 14 સપ્ટેમ્બર 2024 : આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 14 સપ્ટેમ્બર 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, સમયની પણ થશે બચત, જાણો કેટલું ચુકવવું પડશે ભાડું

દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ગુજરાતમાં દોડશે, PM મોદી બતાવશે લીલી ઝંડી

શિમલા પછી મંડીમાં મસ્જિદ પર હંગામો, આજે હજારો હિન્દુઓ વિરોધમાં આવ્યા બહાર

PM મોદીના જન્મદિવસ પર અજમેર શરીફ દરગાહમાં પીરસવામાં આવશે લંગર, ખાસ પ્રાર્થના પણ કરાશે

અરવિંદ કેજરીવાલને આ શરતો પણ મળ્યાં છે જામીન, જાણો કયા કામ નહીં કરી શકે

વકફ બિલના સમર્થન માટે અનોખી રીત, ગણેશ પંડાલોમાં લગાવાવમાં આવ્યા પોસ્ટર અને સ્કેનર