PM મોદી અને ફિલ્મ કલાકારોની મુલાકાત અંગે કંગનાએ આપ્યું નિવેદન, કહ્યું- ઈન્ડસ્ટ્રી અનાથ છે, માર્ગદર્શનની જરૂર છે
કંગના હવે ફિલ્મો કરતાં સામાન્ય લોકો માટે વધુ કામ કરી રહી છે. કંગનાની પીએમ મોદી સાથેની મુલાકાત અને બોલિવૂડ સેલેબ્સ સાથે વાત કરવા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. કંગનાએ જૂન 2024માં ભારતીય જનતા પાર્ટી તરફથી હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા સીટ જીતી હતી. કંગના હવે ફિલ્મો કરતાં સામાન્ય લોકો માટે વધુ કામ કરી રહી છે કંગનાએ પીએમ મોદીની મુલાકાત અને બોલિવૂડ સેલેબ્સ સાથે વાત કરવા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.
કંગનાએ જૂન 2024માં ભારતીય જનતા પાર્ટી તરફથી હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા સીટ જીતી હતી. કંગના હવે ફિલ્મો કરતાં સામાન્ય લોકો માટે વધુ કામ કરી રહી છે. કંગનાએ પીએમ મોદીની મુલાકાત અને બોલિવૂડ સેલેબ્સ સાથે વાત કરવા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.
કંગનાના જણાવ્યા અનુસાર આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને માર્ગદર્શનની જરૂર છે. આ સોફ્ટ પાવર છે અને તેનો ઓછો ઉપયોગ થાય છે. આજે પીએમ મોદીજી હોય કે અમારા અન્ય માર્ગદર્શકો હોય કે માહિતી પ્રસારણ મંત્રાલય હોય કે અન્ય કાર્યક્રમો હોય, હું પણ 20 વર્ષથી આ ઇંડ્રસ્ટીનો ભાગ રહી છુ. આ ઉદ્યોગ સંપૂર્ણપણે અનાથ પ્રકારનો છે. કંગનાનાં મત અનુસાર તેનુ કારણ તેમની પાસે માર્ગદર્શન ન હોવુ મનાય છે. તે જેહાદી એજન્ડા હોય કે પેલેસ્ટિનિયન એજન્ડા, કોઈપણ તેમને પકડી શકે છે. તેમની પાસે કોઈ માર્ગદર્શન નથી , તેઓ જાણતા નથી કે ક્યાં જવું.
“થોડા પૈસા આપ્યા, ગમે ત્યાં, કંઈપણ મંગાવ્યું. દાઉદ તેમને પોતાની પાર્ટીઓમાં લઈ જાય છે. ઘણી વખત તેઓ હવાલા-ડ્રગ્સનું નિશાન બની જાય છે. તદ્દન સંવેદનશીલ હોય છે. તેમને જવાબદારી સોંપવી. તેમને એવું પણ લાગવું જોઈએ કે હા, આપણને વડાપ્રધાન મળે છે. લોકો આપણું કામ જુવે છે, અમારા વિશે વિચારે છે. તેઓ વિચારે છે કે અમે કંઈપણ કરીશું. અમે ગુંડાઓની પાર્ટીઓમાં જઈને ડાન્સ કરીશું. તેમને લાગે છે કે અમને કોઈ જોઈ રહ્યું નથી.
"તે ખૂબ જ સારું પગલું છે કે તેઓ મેઇન સ્ટ્રીમ તરફ જોઈ રહ્યા છે. અમને બાકીના ઉદ્યોગની જેમ ટ્રીટમેન્ટ મળતી નથી. અમે કેટલી ફિલ્મો બનાવીએ છીએ અને કેટલી કમાણી કરીએ છીએ. અભિનેત્રી કંગના જણાવે છે કે તે પીએમ મોદીજી સાથે વાત કરવા માંગું છે તેમને આશા છે કે એક દિવસ તેઓ ફોન કરશે અને મને મળશે."