કંગના રનૌતે ઓસ્કાર એકેડમી પર લગાવ્યો આરોપ, કહ્યું- 'માત્ર ભારતને ખરાબ બતાવતી ફિલ્મો જ સ્વીકારે છે'

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે ભારતીય ફિલ્મો ઓસ્કારમાં ન જવા પાછળનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે એકેડેમી ઈન્ડિયા ઘણીવાર ફક્ત તે જ ફિલ્મો સ્વીકારે છે જે આપણને ખરાબ કે ગંદી દેખાડે છે.

image
X
ભારતીય ફિલ્મો ઓસ્કારમાં જવી એ આપણે બધા માનીએ જ છીએ કે તે ખરેખર મોટી જ વાત છે. આટલા વર્ષોમાં માત્ર થોડી જ ફિલ્મો એવી છે જેને ઓસ્કરના નોમિનેશનમાં સ્થાન મળ્યું છે. તાજેતરમાં ફિલ્મ મિસિંગ લેડીઝને ઓસ્કાર માટે મોકલવામાં આવી હતી, પરંતુ એકેડમીએ ફિલ્મને નકારી કાઢી હતી.

કંગનાએ ઓસ્કાર એકેડમી ઉપર લગાવ્યો આરોપ
મિસિંગ લેડીઝ ફિલ્મ પાસેથી લોકોને ઘણી અપેક્ષાઓ હતી પરંતુ ફિલ્મ નોમિનેટ થઈ શકી નથી. હવે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે ભારતીય ફિલ્મો ઓસ્કારમાં ન જવા પાછળનું કારણ જણાવ્યુ છે. આ દિવસોમાં અભિનેત્રી તેની આગામી ફિલ્મ 'ઇમરજન્સી'નું પ્રમોશન કરી રહી છે. આ દરમિયાન તે મીડિયામાં પણ જઈ રહી છે અને ત્યાં ઈન્ટરવ્યુમાં પોતાની ફિલ્મ વિશે વાત કરી રહી છે.

કંગનાએ ફિલ્મ 'ઇમરજન્સી' વિશેના સવાલો સિવાય ઓસ્કર પર પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. તેણીએ ઓસ્કાર માટે ફિલ્મોની પસંદગી કરતી એકેડેમીની ટીકા કરી છે. તેણીએ કહ્યું છે કે ઘણીવાર એકેડેમી ભારતની એવી જ ફિલ્મો સ્વીકારે છે જે આપણને ખરાબ કે ગંદી દેખાડતી હોય અથવા જે ભારત વિરોધી હોય.

ઓસ્કારમાં માત્ર ભારત વિરોધી ફિલ્મો જ જાય છે: કંગના
કંગનાએ કહ્યું, 'ઘણીવાર એકેડેમીનો એજન્ડા ખૂબ જ અલગ હોય છે જે ઓસ્કાર માટે પસંદ કરવામાં આવે છે તે ભારત વિરોધી ફિલ્મો હોય છે.

હું ક્યારેય પુરસ્કાર માટે ફિલ્મ નથી બનાવતી: કંગના
કંગનાએ તેની ફિલ્મ વિશે વધુમાં કહ્યું કે તેની 'ઇમરજન્સી'માં ભારતને ખોટી રીતે બતાવવામાં આવ્યું નથી. ભારત આજે ક્યાં ઊભું છે તે જોવા માટે પશ્ચિમ તૈયાર છે. મેં ક્યારેય પુરસ્કારોની પરવા કરી નથી, ન તો ભારતીય પુરસ્કારોની કે ન તો પશ્ચિમી પુરસ્કારોની.

હાલમાં ઓસ્કારની રેસમાં નોમિનેશન માટે ભારતમાંથી છ ફિલ્મો મોકલવામાં આવી છે, જેના પરિણામો 17 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. આ યાદીમાં બોબી દેઓલના કંગુવા (તમિલ), આદુજીવિથમ (ધ ગોટ લાઈફ) (હિન્દી), સંતોષ (હિન્દી), સ્વતંત્ર વીર સાવરકર (હિન્દી), ઓલ વી ઈમેજીન એઝ લાઈટ (મલયાલમ-હિન્દી) અને ગર્લ્સ વિલ બી ગર્લ્સ (હિન્દી-અંગ્રેજી)નો સમાવેશ થાય છે. જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

Recent Posts

સૈફ અલી ખાન પર હુમલા અંગે ડેપ્યુટી CM શિંદેનું નિવેદન, જાણો શું કહ્યું

ટીવી એક્ટર અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં મોત, 22 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

પંજાબમાં કંગના રનૌતની 'ઇમરજન્સી' પર પ્રતિબંધની માંગ, SGPCએ કર્યો વિરોધ, શો કરવો પડ્યો રદ

ગુજરાતી ફિલ્મ "તારો થયો"ને સિનેરસીકોએ વખાણી

1:37 વાગ્યે Entry, 2:33 વાગ્યે Exit, સૈફના હુમલાખોરનો સીડી ચડતો વીડિયો થયો વાઇરલ

શાહરૂખના બંગલામાં સીડી મૂકીને કરવામાં આવી હતી રેકી, પોલીસે મન્નતમાં તપાસ શરૂ કરી

સૈફ પર હુમલો કરનાર ઝડપાયો, પોલીસે કરી શંકાસ્પદ આરોપીની ધરપકડ, જુઓ વીડિયો

પહેલાં માંગી એક કરોડની ખંડણી અને પછી કર્યો હુમલો, સૈફની 5 કલાક સુધી ચાલી સર્જરી, જાણો સંપૂર્ણ વિગતો

હજુ પણ સૈફ અલી ખાનને હોશ નથી આવ્યો? જાણો અભિનેતાની તબિયત વિશે ડોક્ટરે શું કહ્યું

સૈફ અલી ખાન પર હુમલો કરનારની સામે આવી તસવીર, CCTVમાં ભાગતો જોવા મળ્યો