ખ્યાતિકાંડ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઘણા દિવસથી નાસતો ફરતો મુખ્ય આરોપી કાર્તિક પટેલ આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. ગત મોડી રાતે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્તિકની ધરપકડ કરી આગાળની કાર્યવાહી હાથ ધરી છે.
છેલ્લા ઘણા સમયથી ફરાર રહેનાર ખ્યાતિકાંડનો મૂખ્ય સૂત્રધાર અને ખ્યાતિ હોસ્પિટલનો માલિક કાર્તિક પટેલ દુબઈથી અમદાવાદ આવી રહ્યો હતો. આ સમય દરમિયાન ગત મોદી રાત્રે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી છે.
પરિવાર સાથે વિદેશમાં વેકેશન માણવાનો શોખીન કાર્તિક પટેલ ખ્યાતિકાંડ સમયે ઑસ્ટ્રેલિયા હતો. ઘટનાની જાણ થતાંની સાથે જ તે ઑસ્ટ્રેલિયાથી દુબઈ ભાગી ગયો હતો. ત્યાર બાદ પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો અને તેના સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. ત્યારે હવે કાર્તિક પટેલની ધરપકડ થતાંની સાથે જ તેની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થઈ શકે છે. કાર્તિક પટેલ ખ્યાતિ હત્યાકાંડનો મુખ્ય આરોપી પૈકી એક છે. તેણે જમાઈ મારફતે કરેલી આગોતરા જમીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. કાર્તિક પટેલ હેલ્થ, એજ્યુકેશન, રિઅલ એસ્ટેટ, હોસ્પિટિલિટી, એન્ટરટેઇનમેન્ટ સહિતના અનેક વ્યવસાય સાથે સંકળાયેલો છે
જાણો શું છે ખ્યાતિ કાંડ
1 નવેમ્બર, 2024ના દિવસે કડીના બોરીસણા ગામના 19 લોકોની એન્જીયોગ્રાફી અને 7 લોકોની એનજીયો પ્લાસ્ટી કરવામાં આવી હતી. આ ઓપરેશનમાંથી 2 દર્દીઓનું મોત થયું હતું. જેને લઈને દર્દીના પરિવારજનોએ ફરિયાદ નોંધવી હતી. PM-JAY યોજના કાર્ડ હેઠળ મસમોટી ફાઇલ પાસ કરવા ખોટા ઓપરેશન કરી નાખટી હોસ્પિટલની કાળી કરતૂત લોકો સામે આવી હતી. ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહેશ ગિરધરભાઈ બારોટ (ઉંમર વર્ષ 45), નાગર સેનમા (ઉંમર વર્ષ 59)નાં મોત થઈ જતાં ગ્રામજનોએ ખ્યાતિ હોસ્પિટલમાં હલ્લાબોલ કર્યો હતો તેમજ હોસ્પિટલ સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.