ગુજરાતના રાજકારણમાં નાયબ મુખ્યમંત્રીનો જાણો કેવો છે ઇતિહાસ, પાંચમાંથી કોઈ પણ...

ગુજરાતની સ્થાપના બાદ અત્યાર સુધીમાં ગુજરાતને કુલ 17 મુખ્યમંત્રી મળ્યા છે. ત્યારે બીજી તરફ જો નાયબ મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો ગુજરાતને ફક્ત 5 જ નાયબ મુખ્યમંત્રી મળ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કાંતિલાલ ઘીયા જ ગુજરાતના પ્રથમ નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. જોકે અત્યાર સુધીમાં 5 નાયબ મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે. પરંતુ કોઈ એ પણ 5 વર્ષ પૂર્ણ નથી કર્યા.

image
X
નિકેત સંઘાણી, અમદાવાદ/ ગુજરાતના રાજકારણમાં ક્યારેક રાજકીય કદ્દ માટે તો ક્યારેક નેતાઓને સાચવવા માટે એક પદ આપવામાં આવે છે. તે છે રાજ્યના ડેપ્યુટી સી. એમનું પદ. હાલમાં ગુજરાતના રાજકારણમાં એવી ચર્ચા છે કે કુંવરજી બાવળિયાને રાજ્યના ડેપ્યુટી સી. એમ. બનાવવામાં આવે. અને જસદણ વિંછીયા પંથકના કોળી સમાજ અગ્રણીઓ દ્વારા દિલ્હી સુધી રજૂઆત કરાઈ છે. પરંતુ ગુજરાતની સ્થાપન બાદ ફક્ત 5 જ નાયબ મુખ્યમંત્રી બન્યા છે. તેમ પણ કોઈએ 5 વર્ષ પૂર્ણ કર્યા નથી. 

ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધીમાં 4 મુખ્યમંત્રીઓએ પોતાની સરકારમાં ડે. સીએમનું પદ આપયુ એમ પણ વર્ષ 1972માં ઘનશ્યામ પટેલની સરકારમાં એક સાથે બે નાયબ મુખ્યમંત્રીને સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ અત્યાર સુધીમાં ફક્ત 5 ડેપ્યુટી સીએમ ગુજરાતને મળ્યા છે. 

ગુજરાતના નાયબ મુખ્યમંત્રીનો ઇતિહાસ 
ગુજરાતની સ્થાપના બાદ અત્યાર સુધીમાં ગુજરાતને કુલ 17 મુખ્યમંત્રી મળ્યા છે. ત્યારે બીજી તરફ જો નાયબ મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો ગુજરાતને ફક્ત 5 જ નાયબ મુખ્યમંત્રી મળ્યા છે. જેમાં વર્ષ 1972માં ઘનશ્યામ પટેલની સરકારમાં ચીમન પટેલ અને કાંતિલાલ ઘિયા આ બંને નેતાઓને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.  પરંતુ સવા વર્ષમાં જ તેમને પદ છોડવું પડ્યું હતું. ત્યાર બાદ વર્ષ 1990માં ચીમનભાઈ પટેલની સરકારમાં કેશુભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. પરંતુ તેમણે પણ 5 વર્ષ પૂરા કર્યા ન હતા. અને 7  મહિનામાંજ પદ પરથી હટી ગયા.  વર્ષ 1994માં છબિલદાસ મહેતાની સરકારમાં 13 મહિના માટે નરહરિ અમીનને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. અને છેલ્લા રૂપાણી સરકારમાં નીતિન પટેલ બે અધૂરી ટર્મ માટે નાયબ મુખ્યમંત્રી રહ્યા.  આમ ગુજરાતમાં અત્યાર સુધી એક પણ મુખ્યમંત્રી 5 વર્ષની ટર્મ પૂરી કરી શક્યા નથી. 
નાયબ મુખ્યમંત્રી પદનો ઉલ્લેખ જ નથી બંધારણમાં !
ભારતના બંધારણમાં નાયબ મુખ્યમંત્રી કે નાયબ વડાપ્રધાનના પદનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ અનેક રાજ્યની સરકાર કે કેન્દ્રની સરકાર પોતાની રાજકીય સ્થિતિ મજબૂત કરવા તો ક્યારેક ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં સામાજિક સમીકરણને ધ્યાનમાં લઈને તો ક્યારેક ગઠબંધન કરનારા પક્ષોની માગને ધ્યાનમાં રાખીને સત્તાપક્ષ એક કે એનાથી વધુ ધારાસભ્યોને નાયબ મુખ્યમંત્રી બનાવવા પડે છે. પરંતુ બંધારણ મુજબ કોઈ સરકારમાં નાયબ મુખ્યમંત્રી હોવા જરૂરી નથી.

Recent Posts

છેલ્લા 24 કલાકમાં દ્વારકામાં સૌથી વધુ 15 ઈંચ અને પોરબંદરમાં 10 ઈંચ જેટલો વરસાદ વરસ્યો

વડોદરામાં ફાયરબ્રિગેડનું ટેન્કર પલટ્યું, યુવતીનો આબાદ બચાવ, જુઓ વીડીયો

IAS પૂજા ખેડકરે ટ્રેનિંગમાંથી હટાવવામાં આવી; જાણો શું કાર્યવાહી થઈ

ઉપલેટા અને ધોરાજીમાં વરસાદે સર્જી તારાજી, સમગ્ર પંથક જળમગ્ન

શું ખરેખર પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી વધી રહી છે ? જુઓ શું કહે છે ડેટા

Microsoft Outage: સર્વર બંધ થતાં ઇન્ટરનેટ પર અફવાઓનું બજાર ગરમ, લોકોએ કહ્યું- આ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત છે

ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી; પરિસ્થિતિ સામે સરકાર સજ્જ

અનામતના વિરોધમાં બાંગ્લાદેશ સળગ્યું; ભારતે તેને પોતાનો આંતરિક મામલો ગણાવ્યો

યુપીમાં પોતાના જ પક્ષના વિવાદ વચ્ચે CM યોગી 27 જુલાઈએ પ્રધાનમંત્રીને મળી શકે છે

મહિલા એશિયાકપમાં ભારતની ધમાકેદાર શરૂઆત; પહેલી મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું