જાણો તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવાનો ઉપાય, આ ફળો વધારશે કોલેજન
ત્વચાની ચમક વધારવામાં કોલેજન ખૂબ જ ઉપયોગી છે. તેને કુદરતી રીતે વધારવા માટે, તમારે તમારા આહારમાં કેટલાક ફળોનો સમાવેશ કરવો પડશે. અહીં જાણો કોલેજન વધારવા માટે શ્રેષ્ઠ ફળો
ત્વચાને સારી બનાવવા માટે કોલેજન ખૂબ જ જરૂરી છે. કોલેજન એ એક પ્રકારનું પ્રોટીન છે, જે ત્વચાનું મુખ્ય બિલ્ડીંગ બ્લોક છે અને તેને વધારવા માટે, તમારે તમારા આહારમાં કેટલાક ફળો ખાવા જોઈએ. આજે આપણે આવા ફળો જે કોલેજન વધારવામાં મદદ કરે છે તેના વિશે વાત કરીશું.
બેરી
તમામ પ્રકારની બેરી, જેમ કે સ્ટ્રોબેરી, બ્લુબેરી, રાસબેરી, બ્લેકબેરી અને ક્રેનબેરી જે કોલેજનથી ભરપૂર સ્વાદિષ્ટ ફળો છે. તથા તમામ બેરીમાં આવશ્યક વિટામિન સી હોય છે. અને વિટામિન સી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. આ અલગ અલગ પ્રકારની બેરીમાં ઈલાજિક એસિડ હોય છે, જે તમારી ત્વચાને યુવી ડેમેજથી બચાવે છે.
નારંગી
નારંગીમાં વિટામિન સી હોય છે, જે તમારા શરિરને નુકસાનથી બચાવે છે. પ્રદૂષકો અને સૂર્યના સંપર્કમાં આવવાથી ત્વચા તેજહીન બની જાય છે. આવી સ્થિતિમાં નારંગી ચહેરા પર સારી એવી ચમક લાવવામાં મદદ કરે છે. રોજ એક કે બે નારંગી ખાવાથી કાળા ડાઘ અને ખીલના ડાઘ હળવા થઈ જાય છે.
ટ્રોપિકલ ફળો
કેરી, અનાનસ , કીવી, પેશન ફ્રુટ, અને જામફળ જેવા ફળો કોલેજનને બૂસ્ટ કરે છે. આ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ તમારા શરીરને આંતરિક રીતે પોષણ પણ આપે છે. આ ફળોની સાથે સાથે આપણે તરબૂચને પણ ઉપયોગમાં લઈ શકિએ છીએ. કારણ કે તરબૂચમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને તે તમારી ત્વચાને હાઇડ્રેટ રાખે છે.
Disclaimer:
લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો પ્રશ્નો અથવા સમસ્યા હોય, તો તમારા ડૉક્ટરની સલાહ લો.