કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ મતદાન શરૂ છે. આ દરમિયાન મતદાન પ્રક્રિયા અંગે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પતિ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. આ સાથે તેમણે કોંગ્રેસના ભચુ આરેઠીયા લોકોને ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
કચ્છ રાપર નગરપાલિકામાં શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન મતદાન પ્રક્રિયા અંગે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું છે.કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પતિ ભચુ આરેઠીયા દ્વારા ખોટી રીતે ઉશ્કેરણી કરાતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આ સાથે કોંગ્રેસના ભચુ આરેઠીયા લોકોને ગેરમાર્ગે દોરતા હોવાનો ભાજપ ધારાસભ્યનો આક્ષેપ પણ લગાવવામાં આવ્યો છે. ભાજપ ધારાસભ્યએ કહ્યું રાપરના તમામ બુથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને cctv કેમેરા લાગેલા છે કઇ રીતે ખોટું થઇ શકે કોંગ્રેસ દ્વારા લોકોને ખોટી રીતે ઉશ્કેરવા માટે પ્રયાસો થઇ રહ્યા છે. કોંગ્રેસના ભચુ આરેઠીયા હતાશ થઇ જવાનાં કારણે મતદાનમાં વિક્ષેપ પાડવાના પ્રયાસો કરી રહ્યા છે. ભાજપના કોઈપણ કાર્યકર દ્વારા ખોટું કરવામાં આવી રહ્યું નથી
26 બુથ પર મતદાન પ્રક્રિયા
રાપર પાલિકામાં એક બેઠક પર ભાજપનો બિન હરીફ વિજય થયો છે જ્યારે કોંગ્રેસના બે અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવારએ ભાજપને ટેકો જાહેર કર્યો છે. મતદાન પ્રક્રિયામાં 200 જેટલા કર્મચારીઓ તૈનાદ કરાયા છે. રાપર પાલિકાના 26 બુથ પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે. કુલ 23,111 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાપર નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળ્યો છે. સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહયું છે. વધારે મતદાન થાય તેવા પ્રયાસો ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાપર પાલિકાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે.
વિથ ઈનપુટ: રાજેશ લાડક, કચ્છ