લાબુબુ ડૉલ સોશિયલ મીડિયામાં થઈ રહી છે ટ્રેન્ડ, કેમ 4 ફુટની ગુડિયા વેચાઈ 1.27 કરોડમાં?
હાલના સમયમાં ફેશન અને ટ્રેન્ડ્સ ઝડપથી બદલાઈ રહ્યા છે. લોકો ફક્ત કપડાં અને જ્વેલરીમાં નહીં, પરંતુ નવા પ્રકારના રમકડાં અને ગેજેટ્સમાં પણ રસ દાખવી રહ્યા છે. લાબુબુ ડૉલએ એક એવો ટ્રેન્ડ છે, જેની પ્રારંભિક શોધ રમકડાંના શોખીનો માટે થઈ હતી, પણ આજે તે એક ફેશન સ્ટેટમેન્ટ તરીકે લોકપ્રિય થઈ ગયો છે.
શું છે લાબુબુ ડૉલ?
લાબૂબુ ડૉલ એક કલેક્શન પ્લશ ટોય છે. લાબુબુ ડૉલનો એક ખાસ ડિઝાઇનવાળું ટોય છે, જેને હોંગકોંગના કલાકાર કાસિંગ લંગે બનાવ્યું છે. તેના મોટી આંખો, ચોખ્ખા તીક્ષ્ણ દાંત અને નાનકડા શરીરના કારણે તે અનોખી અને રોચક દેખાય છે. આ ડૉલ ખૂબ જ લોકપ્રિય "બ્લાઇન્ડ બોક્સ" સિસ્ટમમાં વેચવામાં આવે છે, જ્યાં ખરીદનારને ખબર નથી પડતી કે કયું મોડેલ મળશે. આ સસ્પેન્સ અને આશ્ચર્ય તેને વધુ પ્રખ્યાત બનાવી રહ્યું છે.
સોશિયલ મીડિયા ટ્રેન્ડ
આ ડૉલ માત્ર તેના દેખાવના કારણે જ નહી, પણ સોશિયલ મીડિયા પ્લૅટએફોર્મ્સ પર તેની પોપ્યુલારીટીને કારણે પણ વધુ વાઈરલ છે. ઘણી સેલિબ્રિટીઓ જેમ કે રિહાના, બ્લેકપિંક ની લિસા અને કિમ કાર્ડાશિયને પણ આ ડૉલ સાથેના ફોટો શેર કર્યા છે. આ સેલેબ્સના ફોટા પર ઘણાં લોકોએ ધ્યાન આપ્યું. યુટ્યુબ પરની "અનબોક્સિંગ" અને ઈન્સ્ટાગ્રામ રીલ્સના કારણે આ ડૉલનો વધુ પ્રચાર થવા લાગ્યો. આ ડૉલ હવે ફક્ત રમકડું નથી રહી તે એક ફેશન સ્ટેટમેન્ટ બની ગઈ છે.
શોખ કે એક નવો લાઇફસ્ટાઇલ?
શરૂઆતમાં તો આ રમકડાં માત્ર શોખ માટે ખરીદવામાં આવતું હતું, પણ હવે તે એક લાઇફસ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયું છે. લોકો તેને તેમના ઘરની અંદર ડિસ્પ્લે કરતા હોય છે, અને ઘણાં તો તેમના ડ્રેસિંગ સ્ટાઇલ સાથે પણ તેને મેચ કરતા હોય છે. ઘણા લોકો તેને ઘરમાં કલેક્ટેબલ તરીકે રાખે છે તો કેટલાક બેગ સાથે મેચ કરી સ્ટાઇલ કરે છે.
4 ફુટની ગુડિયા વેચાઈ 1.27 કરોડમાં
લાબૂબુ ડોલની છેલ્લી હરાજી 10 જૂન, 2025 ના રોજ ચીનની યોંગલે હરાજી માં યોજાઈ હતી. આ હરાજી દરમિયાન ચાર ફૂટ ઉંચી પિસ્તા-લીલા કલરની લાબૂબુ ડોલનું વેચાણ 1.242 મિલિયન યુઆન (સંભાવિત 1.5 કરોડ રૂપિયા અથવા 172,000 ડોલર)માં થયું હતું, જે અત્યાર સુધીનું સૌથી મોંઘી લાબૂબુ ડૉલ બની ગઈ. એક્ઝિબિશન-કમ-ઑક્શનમાં લગભગ ૪૮ આઇટમો મૂકવામાં આવી હતી. એમાં ૨૦૦ ખરીદદારોએ ભાગ લીધો હતો. અહીં સવા કરોડની ઢીંગલીની સાથે કુલ ૩.૯ કરોડ રૂપિયાની લાબુબુ ડૉલ્સ વેચાઈ હતી.પાંચ ફૂટ ઉંચી બ્રાઉન લાબૂબુનું વેચાણ 1 કરોડ રૂપિયા કરતાં વધુ દરમાં થયું હતું, અને 48-પીસ હરાજી સંગ્રહની કુલ કિંમત લગભગ 5 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. આ હરાજી લાબૂબુ ડોલની વધતી માંગ અને કલેક્ટેબલ માર્કેટમાં તેના મૂલ્યને સ્પષ્ટ કરતી હતી.
આ ટ્રેન્ડ હજુ પણ વધી રહ્યો છે, અને તેની ખૂબ જ ઊંડી અસર ફેશન અને ટ્રેન્ડ પર જોવા મળી શકે છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats